FD છોડો LIC ની આ સ્કીમ છે સુપરહિટ, ભવિષ્યમાં નહીં રહે પૈસાની ચિંતા

જો તમે નિવૃત્તિ બાદ ચોક્કસ આવક મળે તે માટે પ્લાન કરી રહ્યાં છો તો એલઆઈસીની એક પોલિસી તમારી મદદ કરી શકે છે. આ પોલિસીમાં રોકાણ બાદ તમને દર મહિને પેન્શન મળી શકે છે. આવો એલઆઈસીની ન્યૂ જીવન શાંતિ યોજના વિશે જાણીએ.

 FD છોડો LIC ની આ સ્કીમ છે સુપરહિટ, ભવિષ્યમાં નહીં રહે પૈસાની ચિંતા

Lic Pension Plan: નિવૃત્તિ બાદ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું જીવન સુરક્ષિત અને આરામદાયક રહે. તેવામાં LIC ન્યૂ જીવન શાંતિ યોજના એક શાનદાર વિકલ્પ બની સામે આવી છે. આ યોજના ખાસ કરી તેવા લોકો માટે છે જે કોઈ જોખમ વગર આજીવન પેન્શન ઈચ્છે છે.

LIC ન્યૂ જીવન શાંતિ યોજના શું છે?
આ યોજના એક સિંગલ પ્રીમિયમ એન્યુટી પ્લાન છે. તેનો મતલબ છે કે તમારે માત્ર એક વખત રોકાણ કરવાનું હોય છે અને ત્યારબાદ પેન્શનની ગેરંટી મળી જાય છે. પેન્શન લેવાનો વિકલ્પ પણ ફ્લેક્સિબલ છે. તમે માસિક, ક્વાર્ટર, છ મહિને કે વર્ષે લઈ શકો છો. આ યોજનાનો સૌથી મોટો ફાયદો છે કે રોકાણ કરવાની સાથે તમને ભવિષ્યના પેન્શનનો ભરોસો મળી જાય છે.

Add Zee News as a Preferred Source

ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ ₹10 લાખનું રોકાણ કરે છે, તો તેને નિવૃત્તિ પછી દર વર્ષે આશરે ₹1 લાખનું પેન્શન મળી શકે છે. વૃદ્ધાવસ્થામાં નાણાકીય તણાવ ટાળવા માંગતા લોકો માટે આ અત્યંત ફાયદાકારક છે.

ન્યૂનતમ રોકાણ અને પાત્રતા
આ યોજનાને ખરીદવા માટે ન્યૂનતમ રોકાણ 1.5 લાખ છે અને મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. પોલિસી 30થી 79 વર્ષની કોઈપણ વ્યક્તિ લઈ શકે છે. તેના બે મુખ્ય વિકલ્પ છે, તત્કાલ પેન્શન (Immediate Annuity) રોકાણ બાદ તત્કાલ પેન્શન શરૂ થઈ જાય છે અને સ્થગિત પેન્શન (Deferred Annuity) જેમાં રોકાણ કર્યા બાદ એક ચોક્કસ સમય પછી પેન્શન શરૂ થાય છે.

રોકાણ પર રિટર્નનું ઉદાહરણ
માની લો કોઈ વ્યક્તિ 55 વર્ષની ઉંમરમાં 11 લાખનું રોકાણ કરો છો. 5 વર્ષ બાદ એટલે કે 60 વર્ષની ઉંમરમાં તેને દર વર્ષે આશરે ₹1,02,850 નું પેન્શન મળી શકે છે. આ સિવાય યોજનામાં બે પ્રકારના લાઇફ ઓપ્શન પણ છે, પ્રથમ Single Life જેમાં માત્ર પોલિસીધારકને પેન્શન મળે છે. તો બીજો Joint Life છે, જેમાં પતિ-પત્ની બંનેને પેન્શન મળે છે અને પોલિસીધારકના મૃત્યુ બાદ જમા રકમ નોમિનીને પરત કરવામાં આવે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્

...और पढ़ें

Trending news