પેટ્રોલ પંપ પરથી ઉધારમાં ભરાવી શકશો પેટ્રોલ અને ડીઝલ !

એક ટોચની પેટ્રોલિયમ કંપનીએ જાહેર કરી છે સ્કીમ 

Updated By: May 19, 2018, 02:11 PM IST
પેટ્રોલ પંપ પરથી ઉધારમાં ભરાવી શકશો પેટ્રોલ અને ડીઝલ !

નવી દિલ્હી : શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની (STFC)એ હિન્દુસ્તાન પેટ્રોલિયમના પેટ્રોલ પંપ પર ગ્રાહકોને પેટ્રોલ-ડીઝલ ભરાવવા માટે લોન આપવાની યોજના બનાવી છે. આને  ડિજિટલ ટ્રાન્ઝેક્શનના આધારે દેવામાં આવશે. હાલમાં આ બંને કંપની દ્વારા જોડાણ કરવામાં આવ્યું છે. એસટીએફસી દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આ્વ્યું છે કે આ સુવિધાથી ગ્રાહક વાહન માટે ડીઝલ, પેટ્રોલ અને લુબ્રિકન્ટ પણ લોન પર ખરીદી શકે છે. આ સુવિધાથી ગ્રાહક પોતાની ઇંધણના ખર્ચ પર નજર પણ રાખી શકશે. 

કોણ બનશે કર્ણાટકનો સીએમ? 'આ' 20 ધારાસભ્યોના હાથમાં છે બાજી

કંપનીએ જણાવ્યું છે કે આ મામલામાં લેવડદેવડ કેશ અને કાર્ડ વગર થશે. STFCના સીઈઓ ઉમેશ રેવાંકરે કહ્યું છે કે  આના કારણે નાના ટ્રાન્સપોર્ટ માલિકો તેમજ પોતાનો ટ્રક ધરાવતી વ્યક્તિને રાહત મળશે. આ લોન સુવિધા વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) આધારિત ડિજીટલ મંચથી સંચાલિત થશે અને આનો સમયગાળો 15થી 30 દિવસ રહેશે. 

કે છે. સરકાર પેટ્રોલિયમ ઉત્પાદનોની હોમ ડિલિવરી પર વિચાર કરી રહી છે. પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું કે, ફ્લૂઅલ સ્ટેશનો પર લાંબી લાઈનોથી બચવા માટે જો ઉપભોક્તાઓ દ્વારા પ્રી-બુકિંગ કરવામાં આવશે તો સરકાર હોમ ડિલીવરી કરવાની યોજના પર વિચાર કરી રહી છે. આ વાતની જાણકારી મંત્રાલયએ શુક્રવારે ટ્વીટના માધ્યમથી આપી. માર્ચ મહિનામાં ઇ્ન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા પુણેમાં હોમ ડિલીવરી શરૂ કરવામાં આવી છે. આમાં કંપની તરફથી હોમ ડિલિવરી  માટે ડીઝલ ભરતી મશીનને એક ડ્રકમાં લગાવવામાં આવી છે. આા મારફતે શહેરમાં હોમ ડિલિવરી કરવામાં આવે છે.