)
Commercial LPG Cylinder Price Cut: જુલાઈ મહિનાની શરૂઆતમાં લોકોને મોટી રાહત મળી છે અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટાડ્યા છે. OMCs એ 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 58.5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. નવા દર આજથી (1 જુલાઈ) અમલમાં આવ્યા છે. જોકે, ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ પહેલા 1 જૂને 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
હવે કેટલો થયો ગેસ સિલિન્ડરનો ભાવ?
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા જાહેર કરાયેલા નવા ભાવ મુજબ દિલ્હીમાં 19 કિલોગ્રામ LPG સિલિન્ડર હવે 1665 રૂપિયામાં મળશે, જે પહેલા 1723.50 રૂપિયા હતો. તે જ સમયે કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1769 રૂપિયા થઈ ગયો છે, જે પહેલા 1826 રૂપિયા હતો. મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1616 રૂપિયા થઈ ગયો છે, જે પહેલા 1674.50 રૂપિયા હતો. ચેન્નાઈમાં 19 કિલોગ્રામ સિલિન્ડર હવે 1823 રૂપિયામાં મળશે, જે પહેલા 1881 રૂપિયા હતો.
ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે, પરંતુ ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં 14 કિલોગ્રામનું ઘરેલું LPG સિલિન્ડર 853 રૂપિયામાં ઉપલબ્ધ છે.
જ્યારે, કોલકાતામાં ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત 879 રૂપિયા, મુંબઈમાં 852.50 રૂપિયા અને ચેન્નાઈમાં 868.50 રૂપિયા છે. તમને જણાવી દઈએ કે 8 એપ્રિલ, 2025 ના રોજ ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ 14.2 કિલોગ્રામ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.