Adani share : રૂપિયા 1500 સુધી જશે અદાણીનો આ શેર...બ્રોકરેજે આપ્યું આઉટપરફોર્મ રેટિંગ
Adani Share Target : ગૌતમ અદાણી ગ્રૂપની એક કંપનીના શેરનો ભાવ 1500 રૂપિયા સુધી જવાનું આ બ્રોકરેજ ફર્મે કહ્યું છે. બ્રોકરેજ ફર્મનો અંદાજ છે કે અદાણીની આ કંપનીના શેરમાં 30 ટકાથી વધુનો વધારો થઈ શકે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે કઈ કંપનીના ભાવમાં વધારો આવશે.
Trending Photos
Adani ports Share Target : ગૌતમ અદાણી ગ્રૂપની કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના શેર સુસ્ત છે, પરંતુ બ્રોકરેજ ફર્મ મેક્વેરી તેના પર બુલિશ છે. બ્રોકરેજનો અંદાજ છે કે અદાણી પોર્ટ્સના શેરમાં 30 ટકાથી વધુનો વધારો થઈ શકે છે. બ્રોકરેજે શેર માટે રૂપિયા 1500 પ્રતિ શેરનો ટાર્ગેટ આપ્યો છે. આ સાથે સ્ટોક પર "આઉટપર્ફોર્મ" રેટિંગ આપીને કવરેજ શરૂ કરવામાં આવ્યું છે.
બ્રોકરેજે શું કહ્યું ?
મેક્વેરીએ જણાવ્યું હતું કે અદાણી પોર્ટ્સ ભારતની લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાનો લાભ ઉઠાવવા માટે સારી સ્થિતિમાં છે. મેક્વાયરીના મતે, મજબૂત સ્થિતિને જોતાં શેર પરનું આઉટલૂક વધુ સારું રહે છે. તમને જણાવી દઈએ કે હાલમાં BSE ઈન્ડેક્સ પર શેરની કિંમત 1136.15 રૂપિયા છે. આ એક દિવસ અગાઉ કરતાં 0.56%નો ઘટાડો દર્શાવે છે. 21 નવેમ્બર, 2024 ના રોજ શેરની કિંમત 993.85 રૂપિયા હતી. જે આ શેરનો 52 સપ્તાહનો નીચું સ્તર છે. તો શેરની 52-સપ્તાહની ઊંચી સપાટી 1,607.95 રૂપિયા છે. જે જૂન 2024માં આ શેરનો ભાવ હતો.
કંપનીની કાર્ગો વોલ્યુમ
ગયા અઠવાડિયે કંપનીએ જણાવ્યું હતું કે તેણે ફેબ્રુઆરીમાં હેન્ડલ કરેલા કુલ કાર્ગો વોલ્યુમમાં એક વર્ષ અગાઉની સરખામણીમાં 3% વધીને 36.5 મિલિયન મેટ્રિક ટન થયો હતો. પાછલા વર્ષની સરખામણીમાં કન્ટેનરના જથ્થામાં 16% વધારા ઉપરાંત ગેસના જથ્થામાં વધારો થવાને કારણે આ પરિણામ આવ્યું હતું. અદાણી પોર્ટ્સે સમગ્ર નાણાકીય વર્ષ 2025માં ફેબ્રુઆરી સુધી 408.7 MMT કાર્ગો વોલ્યુમ હેન્ડલ કર્યું છે. જે પાછલા નાણાકીય વર્ષ કરતા 7% વધુ છે.
ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો કેવા રહ્યા ?
ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં અદાણી પોર્ટ્સનો ચોખ્ખો નફો 14 ટકા વધીને રૂપિયા 2,518.39 કરોડ થયો છે. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂપિયા 2,208.21 કરોડ હતો. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં કુલ આવક વધીને રૂપિયા 8,186.90 કરોડ થઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂપિયા 7,426.95 કરોડ હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં કુલ ખર્ચ વધીને રૂપિયા 5,190.53 કરોડ થયો છે જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂપિયા 4,588.10 કરોડ હતો.
(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે