)
IPO News: 2025ના સૌથી ચર્ચિત આઈપીઓમાંથી એક ઈ-કોમર્સ કંપની મીશો પણ સ્ટોક માર્કેટમાં એન્ટ્રી કરવા તૈયાર છે. સોફ્ટબેંકના રોકાણવાળી કંપની મીશોનો આઈપીઓ 3 ડિસેમ્બરે ખુલશે. રોકાણકારો 5 ડિસેમ્બર સુધી બોલી લગાવી શકે છે. આઈપીઓ એન્કર ઈન્વેસ્ટરો માટે 2 ડિસેમ્બરે ઓપન થશે. મીશોએ આઈપીઓ માટે 105-111 રૂપિયા પ્રાઇસ બેન્ડ જાહેર કરી શે. મીશોએ આઈપીઓ માટે 135 શેરનો એક લોટ બનાવ્યો છે.
ગ્રે માર્કેટમાં સારા સમાચાર
મીશોનો આઈપીઓ ગ્રે માર્કેટમાં મજબૂતી સાથે પ્રદર્શન કરી રહ્યો છે. કંપનીનો આઈપીઓ ગ્રે માર્કેટમાં 33 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. આશા કરવામાં આવી રહી છે કે માર્કેટના સારા મૂડનો ફાયદો આ ચર્ચિત આઈપીઓને મળી શકે છે.
શું છે આઈપીઓની વિગત
મીશો આઈપીઓ દ્વારા 4250 કરોડ રૂપિયાના ફ્રેશ શેર જારી કરશે. કંપની 10.55 કરોડ શેર ઓફર ફોર સેલ દ્વારા જારી કરશે. જે ઈન્વેસ્ટરો શેર વેચી રહ્યાં છે તેમાં એલિવેશ કેપિટલ, પીક એક્સવી પાર્ટનર્સ, ગોલ્ડન સમિટસ વાઈ ક્વામબિનેટર અને અન્ય સામેલ છે. આ કંપનીમાં પ્રમોટર્સ પાસે 18.50 ટકા ભાગીદારી છે. તો પબ્લિકની પાસે 81.50 ટકા હિસ્સો છે.
મીશોમાં સૌથી મોટી ભાગીદારી એલિવેશન કેપિટલની છે. કંપનીમાં આ રોકાણની કુલ ભાગીદારી 15.11 ટકા છે. વેસ્ટબ્રિજ ક્રોસઓવર ફંડની પાસે 3.92 ટકા હિસ્સો છે.
આઈપીઓમાં મળેલા પૈસાનું કંપની શું કરશે
મીશો આઈપીઓ દ્વારા ભેગા કરેલા 1390 કરોડ રૂપિયાનો ઉપયોગ ફ્રેશ ઈશ્યુ માટે કરશે. 1020 કરોડ રૂપિયાનો ઉપયોગ કંપની માર્કેટિંગ અને બ્રાન્ડિંગ માટે કરશે. 480 કરોડનો ઉપયોગ કંપની વર્તમાન કર્મચારીઓ અને નવા કર્મચારીઓના પગાર માટે કરશે.
આ આઈપીઓ માટે કોટક મહિન્દ્રા બેંક, જેપી મોર્ગન ઈન્ડિયા, મોર્ગન સ્ટેનલે ઈન્ડિયા કંપની, એક્સિસ કેપિટલ અને સિટી ગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયાને મર્ચંન્ટ બેન્કર બનાવવામાં આવ્યા છે. તો કેફિન ટેક્નોલોજી લિમિટેડ આઈપીઓ માટે રજીસ્ટ્રાર છે.