iPhoneને ટક્કર આપશે સેમસંગનો આ ફોન, ફિચર્સ દમદાર પણ કિંમત ઓછી

iPhoneને ટક્કર આપવા માટે માઈક્રોસોફ્ટે સેમસંગ ગેલેક્સી S9 અને ગેલેક્સી S9પ્લસની લોન્ચ થયેલી કસ્ટમાઈઝ આવૃત્તિનું વેચાણ પોતાના સ્ટોર પર શરૂ કરી દીધુ છે.

iPhoneને ટક્કર આપશે સેમસંગનો આ ફોન, ફિચર્સ દમદાર પણ કિંમત ઓછી

સાન ફ્રાન્સિસકો: iPhoneને ટક્કર આપવા માટે માઈક્રોસોફ્ટે સેમસંગ ગેલેક્સી S9 અને ગેલેક્સી S9પ્લસની લોન્ચ થયેલી કસ્ટમાઈઝ આવૃત્તિનું વેચાણ પોતાના સ્ટોર પર શરૂ કરી દીધુ છે. 'માઈક્રોસોફ્ટ સંસ્કરણ' સ્માર્ટફોનમાં યૂઝર્સને માઈક્રોસોફ્ટની અનેક એપની પહોંચ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં એક્સેલ, સ્કાઈપ, કોર્ટાના, વનનોટ, પાવરપોઈન્ટ, વર્ડ અને માઈક્રોસોફ્ટ લોન્ચર મુખ્ય છે. ડિજિટલ ટ્રેન્ડ્સમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે જોવામાં આ ફોન બિલકુલ સામાન્ય વર્ઝન જેવો જ છે અને હાર્ડવેર પણ બરાબર એવા જ છે. ઓપરેટિંગ સિસ્ટમ (ઓએસ) સુદ્ધા પણ એ જ છે. પરંતુ એપ્સ અલગ છે. જો કે આ એપ્સ પ્રી ઈન્સ્ટોલ્ડ આવતા નથી.

એક વિશ્વસ્તરીય સમીક્ષામાં માઈક્રોસોફ્ટના પ્રતિનિધિના હવાલે કહેવામાં આવ્યું છે કે 'સેમસંગ ગેલેક્સી એસ9 અને ગેલેક્સી એસ9પ્લસના 'માઈક્રોસોફ્ટ સંસ્કરણ'ને ખોલીને જ્યારે વાઈફાઈ સાથે કનેક્ટ કરવામાં આવે છે ત્યારે તેમાં માઈક્રોસોફ્ટનું કસ્ટમાઈઝેશન લાગુ થઈ જાય છે.'

જેને આ ફોન લેવો હોય તે લોકો પ્રી ઓર્ડર પણ કરી શકે છે. ફોનની ડિલિવરી 16 માર્ચથી શરૂ થઈ જશે. કહેવાય છે કે આ ફોનની સંખ્યા મર્યાદિત છે. સેમસંગ ગેલેક્સી એસ9ની કિંમત 719 ડોલરથી શરૂ થઈ રહી છે. ભારતીય કરન્સી મુજબ આ ફોનની બેઝ કિંમત લગભગ 46,600  રૂપિયા છે. જ્યારે આઈફોન એક્સ 64 જીબીવાળા ફોનની કિંમત 95,390 રૂપિયા છે. જ્યારે 258 જીબી સ્ટોરેજવાળા ફોનની કિંમત 1,08,930 રૂપિયા છે.

સેમસંગના આ ફોનની બેટરી સૌથી વધુ શક્તિશાળી છે. ફોનમાં 3000 એમએએચની બેટરી આપેલી છે. જ્યારે આઈફોન એક્સ ફોનમાં 2716 એમએએચની બેટરી છે. સેમસંગ ગેલેક્સી એસ9માં 5.80 ઈંચનો ડિસ્પલે છે અને સ્ક્રિન રિઝોલ્યુશન 1440X2960 પિક્સલ છે.

સેમસંગ ગેલેક્સી એસ9માં 4 જીબી રેમ છે. ફોનના બેઝ વર્ઝન ફોનમાં 64 જીબી સ્ટોરેજ અપાયું છે. ફોનનું સ્ટોરેજ 400 જીબી સુધી વધારી શકાય છે. આઈફોન એક્સમાં 3 જીબી રેમ આપવામાં આવી છે. ફોનના બેઝ વર્ઝન ફોનમાં 64 જીબી સ્ટોરેજ અપાયું છે. ફોનની સ્ટોરેજ વધારવા માટે કોઈ જ વિકલ્પ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news