મુકેશ અંબાણી વિશ્વના 9માં સૌથી ધનવાન વ્યક્તિ, દર કલાકે કરે છે 7 કરોડ રૂપિયાની કમાણી

એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસ આ યાદીમાં પ્રથમ સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 140 અબજ ડોલર છે અને તેમાં પાછલા વર્ષના મુકાબલે 7 અબજ ડોલરનો ઘટાડો થયો છે. 

Updated By: Feb 26, 2020, 10:35 PM IST
મુકેશ અંબાણી વિશ્વના 9માં સૌથી ધનવાન વ્યક્તિ, દર કલાકે કરે છે 7 કરોડ રૂપિયાની કમાણી

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી વિશ્વના 9માં સૌથી ધનવાન વ્યક્તિ છે. 'હુરૂન ગ્લોબલ રિચ લિસ્ટ 2020'ની નવમી એડિશનમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણી ભારતના સૌથી ધનવા અને વિશ્વના 9માં સૌથી અમીર વ્યક્તિ છે. રિપોર્ટ પ્રમાણે અંબાણીની સંપત્તિ 67 બિલિયન ડોલર છે અને તેઓ દર કલાકે 7 કરોડ રૂપિયાની કમાણી કરે છે. 

જેફ બેજોસ પ્રથમ ક્રમે
એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસ આ યાદીમાં પ્રથમ સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 140 અબજ ડોલર છે અને તેમાં પાછલા વર્ષના મુકાબલે 7 અબજ ડોલરનો ઘટાડો થયો છે. તેણે સતત ત્રીજા વર્ષે આ યાદીમાં પ્રથમ સ્થાને છે. ત્રીજા નંબર પર 106 અબજ ડોલરની સંપત્તિ સાથે બિલ ગેટ્સ છે. 

અંબાણીની સંપત્તિમાં 13 અબજ ડોલરનો વધારો
મુકેશ અંબાણી અને માઇક્રોસોફ્ટના સ્ટીવ વોલ્મર, બંન્ને 67-67 અબજ ડોલરની સંપત્તિની સાથે લિસ્ટમાં નવમાં સ્થાને છે. મુકેશ અંબાણી એશિયાના રિચેસ્ટ પર્સન છે. તેમની સંપત્તિમાં 13 અબજ ડોલરનો વધારો થયો છે. 

અદાણી 68માં ક્રમે
ટોપ-100 લિસ્ટમાં મુકેશ અંબાણી સિવાય ગૌતમ અદાણી અને શિવ નડાર પરિવાર પણ સામેલ છે. અદાણી અને નડાર સંયુક્ત રૂપથી 17 અબજ રૂપિયાની સંપત્તિ સાથે 68માં સ્થાને છે. તો કોટક મહિન્દ્રા બેન્કના ફાઉન્ડર ઉદય કોટકને વર્લ્ડ રિચેસ્ટ સેલ્ફ મેડ બેન્કર ગણાવવામાં આવ્યા છે. 

રિપોર્ટ પ્રમાણે, ભારતે 2019માં દર મહિને ત્રણ અબજોપતિઓ (ડોલરમાં)ને વિશ્વની ધનવાનોની યાદીમાં જોડ્યા, જેથી આ સંખ્યા 138 થઈ ગઈ છે. આ પ્રકારે ભારત વિશ્વમાં સૌથી વધુ અબજોપતિઓ (ડોલરમાં)ની યાદી વાળા દેશમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેમાં ભારતીય મૂળના અબજોપતિઓને પણ જોડવામાં આવે તો આ સંખ્યા વધીને 170 થઈ જાય છે. ચીન 799 અબજોપતિ અને અમેરિકા 626 અબજોપતિઓની સાથે ક્રમશઃ પ્રથમ અને બીજા સ્થાન પર છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો બિઝનેસના અન્ય સમાચાર