નવી દિલ્હીઃ ટ્રાન્સમિશન કેબલ્સ, સ્પેશિયલિટી ઓયલ્સ, પોલિમર્સ અને કંડક્ટર્સ બનાવનારી કંપની અપાર ઈન્ડસ્ટ્રીઝના સ્ટોકે કેટલાક વર્ષોમાં મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. અપાર ઈન્ડસ્ટ્રીઝ (Apar Industries) ના સ્ટોકે 100000 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. કંપનીના શેર આ સમયગાળામાં 4 રૂપિયાથી વધી 4000 રૂપિયાને પાર પહોંચી ગયા છે. અપાર ઈન્ડસ્ટ્રીઝના શેરનો 52 સપ્તાહનું હાઈ લેવલ 4825 રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 લાખ રૂપિયાના બનાવી દીધા 11 કરોડ રૂપિયા
અપાર ઈન્ડસ્ટ્રીઝના શેર 10 ઓગસ્ટ 2001ના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 4.01 રૂપિયા પર હતા. કંપનીના શેર 17 ઓગસ્ટે બીએસઈમાં 4703.60 રૂપિયા પર બંધ થયા છે. અપાર ઈન્ડસ્ટ્રીઝના સ્ટોકેઆ સમયગાળા દરમિયાન 117197 ટકાનું રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 10 ઓગસ્ટ 2001ના અપાર ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને આજ દિવસ સુધી ઈન્વેસ્ટમેન્ટ જાળવી રાખ્યું હોત તો આજે તે શેરની કિંમત 11.72 કરોડ રૂપિયા હોત. 


આ પણ વાંચોઃ 7th Pay Commission: મોંઘવારી ભથ્થામાં ફસાયો પેચ, જાણો કેટલો થશે DA Hike !


10 વર્ષમાં 5100 ટકા વધ્યા કંપનીના શેર
અપાર ઈન્ડસ્ટ્રીઝના શેરમાં છેલ્લા 10 વર્ષમાં પણ સારી તેજી આવી છે. કંપનીના શેર 8 ઓગસ્ટ 2023ના બીએસઈમાં 89.30 રૂપિયા પર હતા. અપાર ઈન્ડસ્ટ્રીઝના શેર 17 ઓગસ્ટ 2023ના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 4703.60 રૂપિયા પર બંધ થયા છે. કંપનીના શેરમાં આ દરમિયાન 5167 ટકાની તેજી આવી છે. અપાર ઈન્ડસ્ટ્રીઝના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 4825 રૂપિયા છે. તો કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 1171.80 રૂપિયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં અપાર ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 1411 ટકાનો ઉછાળ આવ્યો છે. 


આ પણ વાંચોઃ સરકારી સ્કીમમાં દર મહિને ₹10,000 નું કરો રોકાણ, 10 વર્ષમાં ગેરંટીથી મળશે ₹16.90 લાખ


(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને અધીન હોય છે અને રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરી લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube