)
Stock market: ફોર્સ મોટર્સના શેરમાં જબરદસ્ત તેજી આવી છે. સ્મોલકેપ કંપની ફોર્સ મોટર્સના શેર મંગળવારે BSE માં 6 ટકાથી વધુની તેજી સાથે 20,000 રૂપિયાને પાર પહોંચી ગયા છે. મલ્ટીબેગર કંપનીના સ્ટોકે છેલ્લા ત્રણ વર્ષમાં શેરધારકોને છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. કંપનીના સ્ટોકે 3 વર્ષમાં 1 લાખ રૂપિયાના રોકાણને 15 લાખથી વધુ બનાવી દીધા છે. ફોર્સ મોટર્સના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 21,999.95 રૂપિયા છે. તો કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 6128.55 રૂપિયા છે.
1 લાખ રૂપિયાથી આ રીતે બનાવ્યા 15 લાખ
મલ્ટીબેગર કંપની ફોર્સ મોટર્સના શેર 23 સપ્ટેમ્બર 2022ના 1310.80 રૂપિયા પર હતા. કંપનીના શેર 16 સપ્ટેમ્બર 2025ના 20000 રૂપિયાને પાર પહોંચી ગયા છે. કંપનીના સ્ટોકે છેલ્લા ત્રણ વર્ષમાં રોકાણકારોને 1400 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 23 સપ્ટેમ્બર 2020ના ફોર્સ મોટર્સના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને પોતાના રોકાણને જાળવી રાખ્યું હોત તો 1 લાખ રૂપિયાના ખરીદેલા શેરની વેલ્યુ આજે 15.07 લાખ રૂપિયા હોત.
6 મહિનામાં 180% થી વધુની તેજી
ફોર્સ મોટર્સના શેરમાં છેલ્લા છ મહિનામાં સારી તેજી આવી છે. કંપનીના શેર 6 મહિનામાં 180 ટકા વધી ગયા છે. ફોર્સ મોટર્સના શેર 17 માર્ચ 2025ના 7077.05 રૂપિયા પર હતા. કંપનીના શેર 16 સપ્ટેમ્બર 2020ના 20000 રૂપિયાને પાર પહોંચી ગયા છે, છેલ્લા ત્રણ મહિનામાં કંપનીના શેરમાં 43 ટકાથી વધુની તેજી જોવા મળી છે. આ વર્ષે કંપનીના શેરમાં અત્યાર સુધી 200 ટકાનો વધારો થયો છે. જો છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો ફોર્સ મોટર્સના શેરમાં 1600 ટકાથી વધુની તેજી આવી છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)