)
Integrated Industries share: શેર બજારમાં ઘણા એવા પેની સ્ટોક છે, જેણે પોતાના રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. તેમાં એક સ્ટોક ઈન્ટીગ્રેટેડ ઈન્ડસ્ટ્રીઝનો છે. આ સ્ટોકે રોકાણકારોને પાંચ વર્ષમાં કરોડપતિ બનાવી દીધા છે. ઈન્ટીગ્રેટેડ ઈન્ડસ્ટ્રીઝના શેરની વાત કરીએ તો ડિસેમ્બર 2020મા ભાવ માત્ર 50 પૈસા હતો, પરંતુ હવે વધીને 29.80 રૂપિયા પર પહોંચી ગયો છે. તેનો મતલબ છે કે જો કોઈ રોકાણકારોએ પાંચ વર્ષ પહેલા આ સ્ટોકમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેની વેલ્યુ લગભગ 5.96 કરોડ થઈ ગઈ હોત. આ ગણતરીમાં બોનસ અને સ્ટોક સ્પિલટ સામેલ કર્યાં નથી. મહત્વનું છે કે ઈન્ટીગ્રેટેડ ઈન્ડસ્ટ્રીઝે 1 સપ્ટેમ્બર 2024માં પોતાના સ્ટોકને સ્પ્લિટ ₹10 થી ₹1કર્યા હતા અને એપ્રિલ 2024મા 1:1 બોનસ શેર જારી કર્યાં હતા, જેનાથી રોકાણકારોને વધારાનો ફાયદો મળ્યો હતો.
સ્ટોકે કેટલું રિટર્ન આપ્યું
શુક્રવારે આ પેની સ્ટોક 5 ટકા વધીને 29.80 રૂપિયા પર પહોંચી ગયો હતો. છેલ્લા પાંચ વર્ષમાં આશરે 59800 ટકાની લાંબી છલાંગ લગાવી છે. પરંતુ છેલ્લા એક વર્ષમાં સ્ટોકમાં 18 ટકાનો ઘટાડો થયો છે પરંતુ છ મહિનામાં 19 ટકાનો વધારો અને હાલના પાંચ ટ્રેડિંગ સત્રમાં 11 ટકાનું રિટર્ન આપ્યું છે. એક મહિનામાં કંપનીએ 24 ટકાનો ફાયદો કરાવ્યો છે. વર્ષ 2025ની શરૂઆતથી અત્યાર સુધી તેમાં 2.23 ટકાનો સામાન્ય વધારો જોવા મળ્યો છે.
કેવા રહ્યાં ક્વાર્ટરના પરિણામ
૧૩ નવેમ્બરના રોજ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં, ઇન્ટિગ્રેટેડ ઇન્ડસ્ટ્રીઝે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર ૨૦૨૫ ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો ૧૦૮% વધીને ₹૨૯.૮૮ કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹૧૪.૪૦ કરોડ હતો. ઓપરેટિંગ આવક ૫૪% વધીને ₹૨૮૬.૪૬ કરોડ થઈ છે. આ સમયગાળા દરમિયાન કુલ ખર્ચ પણ ૪૯% વધીને ₹૨૫૭.૧૩ કરોડ થયો છે. પ્રથમ છ મહિનામાં, કંપનીનું ચોખ્ખું વેચાણ ૬૪% વધીને ₹૫૩૬.૭૨ કરોડ થયું છે, અને ચોખ્ખો નફો ૧૦૦% વધીને ₹૫૪.૬૬ કરોડ થયો છે. આ ઝડપથી વિકસતી ફૂડ કંપની તેના પ્રોડક્ટ પોર્ટફોલિયો અને માર્કેટ નેટવર્કનું વિસ્તરણ કરી રહી છે, જે ભવિષ્યમાં રોકાણકારો માટે વધુ સારા પ્રદર્શનનો સંકેત આપે છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)