)
Bonus Share: મલ્ટીબેગર સ્ટોક Sampre Nutritions Ltd એ બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે. કંપનીએ તેની જાણકારી એન્સચેન્જને આપી છે. માત્ર ત્રણ મહિનામાં રોકાણકારોના પૈસા બમણા કરનારી આ કંપની પ્રથમવાર બોનસ શેર આપી રહી છે.
2 ટુકડામાં વિભાજીત થશે શેર
Sampre Nutritions Ltd એ એક્સચેન્જને આપેલી જાણકારીમાં કહ્યું કે 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળા એક શેરને બે ટુકડામાં વિભાજીત કરવામાં આવશે. આ સ્ટોક સ્પ્લિટ બાદ કંપનીના શેરની ફેસ વેલ્યુ ઘટીને 5 રૂપિયા પ્રતિ શેર થઈ જશે.
કંપની ઈન્વેસ્ટરોને બોનસ શેર આપી રહી છે. કંપની તરફથી એક શેર પર એક બોનસ શેર આપવામાં આવશે. મહત્વનું છે કે બોનસ શેર 10 રૂપિયાની ફેસ વેલ્યુ પર આપવામાં આવશે. હજુ બોનસ શેર માટે રેકોર્ડ ડેટ જાહેર કરવામાં આવી નથી. પરંતુ આગામી 2-3 મહિનામાં પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે.
3 મહિનામાં પૈસા કર્યાં ડબલ
શુક્રવારે Sampre Nutritions Ltd ના શેરમાં અપર સર્કિટ લાગી હતી. 2 ટકાના વધારા બાદ બીએસઈમાં કંપનીના શેરનો ભાવ 105.61 રૂપિયાના લેવલ પર પહોંચી ગયો છે. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરની કિંમતમાં 54 ટકાની તેજી જોવા મળી છે. ત્રણ મહિનામાં સ્ટોકનો ભાવ 252 ટકા ઉપર ચઢ્યો છે. મહત્વનું છે કે કંપનીના શેરમાં એક વર્ષમાં 32 ટકાની તેજી આવી છે. કંપનીનો 52 વીક હાઈ 105.61 રૂપિયા અને 52 વીકનું લો લેવલ 20.90 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 221.85 કરોડ રૂપિયા છે.
છેલ્લા પાંચ વર્ષમાં Sampre Nutritions Ltd ના શેરની કિંમતમાં 838 ટકાની તેજી આવી છે. આ કંપનીમાં જૂન ક્વાર્ટરના અંત સુધી પબ્લિક ભાગીદારી 87.89 ટકા હતી.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)