માર્કેટ ક્રેશની પણ આ મલ્ટીબેગર સ્ટોક પર નથી પડી અસર, 5 વર્ષમાં આપ્યું છે 630% નું બંપર રિટર્ન

Multibagger Stock: માર્કેટ ક્રેશ છતાં મલ્ટીબેગર સ્ટોકના શેર ગ્રીન ઝોનમાં બંધ થયા. છેલ્લા 5 વર્ષમાં  Kellton Tech Solutions એ રોકાણકારોને  630% થી વધુ રિટર્ન આપ્યું છે. 

માર્કેટ ક્રેશની પણ આ મલ્ટીબેગર સ્ટોક પર નથી પડી અસર, 5 વર્ષમાં આપ્યું છે 630% નું બંપર રિટર્ન

અઠવાડિયાના પહેલા દિવસે શાનદાર તેજી સાથે બંધ થયા બાદ ભારતીય શેર બજારમાં મંગળવારે મોટો કડાકો જોવા મળ્યો. શરૂઆતમાં સેન્સેક્સે લગભગ 200 અંકના કડાકા સાથે કારોબારની શરૂઆત કરી. પરંતુ 1200 અંકથી વધુ કડાકા સાથે બંધ થયો. જોકે આમ છતાં મલ્ટીબેગર સ્ટોક Kellton Tech Solutions ના શેર ગ્રીન ઝોનમાં બંધ થયા. છેલ્લા 5 વર્ષમાં Kellton Tech Solutions એ રોકાણકારોને 630% થી વધુ રિટર્ન આપ્યું છે. 

કંપનીના શેરમાં આ તેજી ત્યારે જોવા મળી જ્યારે હાલમાં જ કંપનીએ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે 1 કરોડ ડોલરના 6.50% સીનિયર અનસિક્યોર્ડ ફોરેન કરન્સી કન્વર્ટિબલ બોન્ડ્સ  (FCCBs) ઈશ્યુ કરવાની મંજૂરી આપી દીધી છે. Kellton Tech Solutionsએ નેશનલ સ્ટોક  એક્સચેન્જને આપેલી જાણકારીમાં કહ્યું છે કે આ બોન્ડ્સ 2035માં પરિપકવ થશે. 

Add Zee News as a Preferred Source

આ પહેલા 8 મે 2025ના રોજ કંપનીએ જણાવ્યું હતું કે તેને પોતાના શેર ધારકોની મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી પોસ્ટલ બેલેટ દ્વારા લેવાઈ હતી. જે 23 ડિસેમ્બર 2024થી 22 જાન્યુઆરી 2025 વચ્ચે આયોજિત કરાઈ હતી. કંપનીએ જણાવ્યું છે કે FCCBs માટે રેગ્યુલેટરી ફ્લોર પ્રાઈસ 107 રૂપિયા પ્રતિ શેર નિર્ધારિત કરાયું છે, જે સંબંધિત ગાઈડલાઈન્સ મુજબ નક્કી કરાયું છે. 

5 વર્ષમાં 630% નું બંપર રિટર્ન
માર્કેટ ભારે કડાકા છતાં Kellton Tech Solutions નો શેર મંગળવારે 1.82%ની તેજી સાથે 111.89 રૂપિયા પર બંધ થયો. કારોબારી સત્ર દરમિયાન એકવાર શેર 112.30 સુધી પહોંચી ગયો હતો. છેલ્લા એક વર્ષમાં કંપનીએ લગભગ 15 ટકાનું મામૂલી રિટર્ન આપ્યું છે. જ્યારે છેલ્લા 5 વર્ષમાં કંપનીએ 632%નું તગડું રિટર્ન આપ્યું છે. 

 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news