રૂપિયા 1 લાખના થયા 50 લાખ...5 વર્ષમાં આ મલ્ટીબેગર શેરમાં 4900 ટકાનો ઉછાળો
Multibagger Stock : આ મલ્ટિબેગર શેર 5 વર્ષમાં 5000% થી વધુ વધ્યા છે. આ સમયગાળા દરમિયાન મલ્ટીબેગર કંપનીના શેર રૂપિયા 25 થી વધીને રૂપિયા 1300 થયા છે. 20 માર્ચ, 2025ના રોજ કંપનીના શેર રૂપિયા 1319.95 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
Trending Photos
Multibagger Stock : મલ્ટિબેગર કંપની ઝેન ટેક્નોલોજીએ તેના રોકાણકારોને શાનદાર વળતર આપ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં કંપનીના શેરમાં 5000% થી વધુનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન ઝેન ટેક્નોલોજીના શેર 25 રૂપિયાથી વધીને 1300 રૂપિયા થઈ ગયા છે. Zen Technologies ભારતમાં એન્ટિ-ડ્રોન સિસ્ટમ્સ અને સિમ્યુલેશન તાલીમ સાધનોની અગ્રણી સપ્લાયર છે. ગુરુવારે કંપનીનો શેર 3 ટકાથી વધુ વધીને રૂપિયા 1319.95 પર પહોંચ્યો હતો. કંપનીના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂપિયા 2627.95 છે. તો ઝેન ટેક્નોલોજીના શેરનું 52-સપ્તાહનું નીચલું સ્તર રૂપિયા 873 છે.
રૂપિયા 1 લાખના થયા 50 લાખ
Zen Technologies Limitedનો શેર 27 માર્ચ, 2020ના રોજ રૂપિયા 25.30 પર હતો. મલ્ટીબેગર કંપનીનો શેર 20 માર્ચ, 2025ના રોજ વધીને રૂપિયા 1319.95 ગયો હતો. આ સમયગાળા દરમિયાન કંપનીના શેરમાં 5060 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. જો કોઈ વ્યક્તિએ 27 માર્ચ, 2020ના રોજ આ કંપનીના શેરમાં રૂપિયા 1 લાખનું રોકાણ કર્યું હોય અને હજુ સુધી રોકાણ જાળવી રાખ્યું હોય, તો હાલમાં રૂપિયા 1 લાખમાં ખરીદેલા શેરનું મૂલ્ય રૂપિયા 52.17 લાખ થયું હશે.
4 વર્ષમાં કંપનીના શેરમાં 1400% થી વધુનો વધારો થયો
ઝેન ટેક્નોલોજીના શેર છેલ્લા ચાર વર્ષમાં 1430% વધ્યા છે. એરોસ્પેસ અને સંરક્ષણ ઉદ્યોગ સાથે સંકળાયેલી આ સ્મોલકેપ કંપનીના શેર 19 માર્ચ, 2021ના રોજ 85.10 રૂપિયા પર હતા. 20 માર્ચ 2025ના રોજ કંપનીના શેર 1319.95 રૂપિયા પર પહોંચી ગયા હતા. છેલ્લા ત્રણ વર્ષમાં ઝેન ટેક્નોલોજીના શેરમાં 550 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. એન્ટિ-ડ્રોન સિસ્ટમ બનાવતી કંપનીના શેર બે વર્ષમાં 450 ટકાથી વધુ ઉછળ્યા છે. તો છેલ્લા એક વર્ષમાં, ઝેન ટેક્નોલોજીના શેરમાં 45 ટકાથી વધુનો વધારો થયો છે.
(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે