NMP: 6 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ લીઝ પર આપશે સરકાર, નાણામંત્રીએ લોન્ચ કરી નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન

નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) 6 લાખ કરોડ રૂપિયાની નેશનલ મોનેટાઈઝેશન પાઇપલાઇનની (National Monetisation Pipeline) જાહેરાત કરી છે. આ અંતર્ગત નાણાકીય વર્ષ 2022 થી 2025 સુધી 6 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ખાનગી ક્ષેત્રને ભાડે આપી શકાય છે

NMP: 6 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ લીઝ પર આપશે સરકાર, નાણામંત્રીએ લોન્ચ કરી નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) 6 લાખ કરોડ રૂપિયાની નેશનલ મોનેટાઈઝેશન પાઇપલાઇનની (National Monetisation Pipeline) જાહેરાત કરી છે. આ અંતર્ગત નાણાકીય વર્ષ 2022 થી 2025 સુધી 6 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ખાનગી ક્ષેત્રને ભાડે આપી શકાય છે. જેમાં રેલવે વીજળીથી લઇને રસ્તા જેવા વિવિધ માળખાકીય ક્ષેત્રોની સંપત્તિનો સમાવેશ થાય છે.

અંડર-યૂટિલાઈઝ્ડ એસેટ્સ જ મોનેટાઇઝેશન કરવામાં આવશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇને (National Monetisation Pipeline) લોન્ચ કરતા કહ્યું કે, સરકાર માત્ર અંડર-યૂટિલાઈઝ્ડ એસેટ્સને ખાનગી ક્ષેત્રને આપશે. મિલકતની માલિકી સરકાર પાસે રહેશે અને પ્રાઈવેટ સેક્ટરના પાર્ટનરને નિયત સમય બાદ ફરજિયાતપણે તેમના કંટ્રોલ પરત કરવું પડશે. નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન બ્રાઉનફિલ્ડ એસેટ્સ વિશે વાત કરે છે જેને વધુ સારી રીતે મોનેટાઇઝેશન કરવાની જરૂર છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગમાં થશે ઇનવેસ્ટમેન્ટ
નાણામંત્રીએ કહ્યું કે, ખાનગી ભાગીદારો સાથે અમે આ સંપત્તિનું વધુ સારી રીતે મોનેટાઇઝેશન કરી રહ્યા છીએ. મોનેટાઇઝેશનથી પ્રાપ્ત સંસાધનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગમાં ઇનવેસ્ટ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે મિલકતોના મોનેટાઇઝેશનમાં જમીન વેચવાનો સમાવેશ થતો નથી. કેન્દ્રીય બજેટ 2021-22 માં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સસ્ટેનેબલ ફન્ડિંગના એક મુખ્ય સાધન તરીકે ઓપરેશનલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સનું મોનેટાઇઝેશન ઓળખવામાં આવ્યું હતું. આ દિશામાં નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન તૈયાર કરવા માટે બજેટમાં જોગવાઇ પણ કરવામાં આવી છે.

— ANI (@ANI) August 23, 2021

મંત્રાલયો સાથે પરામર્શ કરીને NMP પર રિપોર્ટ તૈયાર કરાયો
નાણામંત્રીએ જણાવ્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના મંત્રાલયો સાથે પરામર્શ કરીને નીતિ આયોગે NMP પર રિપોર્ટ તૈયાર કર્યો છે. નાણામંત્રીએ કહ્યું કે સંપત્તિના મોનેટાઇઝેશન સાથે, સંસાધનોનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં આવશે અને તેમને પહેલા કરતા વધુ સારી સ્થિતિમાં લાવવામાં આવશે. આ પ્રસંગે નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે જણાવ્યું હતું કે, “અમે નેશનલ મોનેટાઇઝેશન પાઈપલાઈનની સફળતા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છીએ. અમે માનીએ છીએ કે ખાનગી ક્ષેત્રને વધુ સારી કામગીરી અને ખાનગી જાળવણીમાં લાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
(ભાષાના ઇનપુટની સાથે)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news