5 વર્ષમાં માત્ર વ્યાજથી થશે 6.73 લાખની કમાણી, રોકાણ કરવા માટે બેસ્ટ છે આ સરકારી સ્કીમ
જો તમે પૈસા રોકવા માટે પોસ્ટ ઓફિસ સ્કીમ અથવા સરકારી સ્કીમની મદદ લો છો, તો આજે અમે તમને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ એટલે કે NSC સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
Trending Photos
નવી દિલ્હીઃ તમારી આવકમાંથી થોડા પૈસાનું રોકાણ કરવું ખૂબ જરૂરી હોય છે. કેટલાક લોકો શેર માર્કેટમાં રોકાણ કરે છે તો કોઈ બેંક એફડીમાં રોકાણ કરે છે. જ્યારે કોઈ સરકારી સ્કીમમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. જો તમે પણ એવા લોકોમાં સામેલ છો જે પૈસાનું રોકાણ કરવા માટે પોસ્ટ ઓફિસની સ્કીમ એટલે સરકારી સ્કીમનો સહારો લો છો તો આજે અમે તમને એક સરકારી સ્કીમ વિશે જાણકારી આપીશું.
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પોસ્ટ ઓફિસની એક સરકારી સ્કીમ છે. આ સ્કીમમાં ઈન્વેસ્ટરોને પોતાના રોકાણ પર સારૂ રિટર્ન મળે છે. આ સ્કીમમાં રોકાણકારોને 7.7 ટકાના દરથી રિટર્ન મળે છે. આ વ્યાજ વાર્ષિક ગણતરીના આધારે મળે છે. આ સ્કીમનો મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષનો હોય છે. આ સ્કીમની ખાસ વાત છે કે તમે માત્ર 1000 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકો છો.
NSCમાં રોકાણ કરવા પર થશે 6.73 લાખનો નફો
જો તમે પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમમાં 15 લાખ માટે રોકાણ કરો છો તો તમને મેચ્યોરિટી પર એટલે કે પાંચ વર્ષ બાદ કુલ 21,73,551 રૂપિયા મળશે. એટલે તેમાં 6,73,551 રૂપિયાની કમાણી માત્ર વ્યાજથી થશે. તેવામાં તમને 6.73 લાખનો નફો થશે.
પોસ્ટ ઓફિસની NSC સ્કીમમાં તમને ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન 80C હેઠળ ટેક્સ છૂટ પણ મળે છે. પરંતુ આ છૂટ માત્ર 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર સીમિત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે