)
Stock Market News: નવરત્ન કંપની ભારત ઈલેક્ટ્રોનિક્સના શેરમાં બુધવારે તેજી જોવા મળી હતી. કંપનીના શેર 416.60 રૂપિયા પર પહોંચી ગયો હતો. એયરોસ્પેસ એન્ડ ડિફેન્સ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સે લાંબાગાળામાં રોકાણકારોને માલામાલ કરી દીધા છે, જેણે કંપનીના કારોબાર પર વિશ્વાસ રાખતા 10 વર્ષ પહેલા શેર પર દાવ લગાવ્યો હતો. ભારત ઈલેક્ટ્રોનિક્સે 10 વર્ષમાં ત્રણ વખત બોનસ શેરની ભેટ આપી છે. કંપનીએ 10 વર્ષમાં 1 લાખના 38 લાખ બનાવી દીધા છે.
1 લાખના આ રીતે બનાવ્યા 38 લાખ
ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના શેર 24 સપ્ટેમ્બર 2015ના 35.45 રૂપિયા પર હતા. જો કોઈ વ્યક્તિએ 24 સપ્ટેમ્બર 2025ના ભારત ઇલેક્ટ્રોનિક્સના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો તેને કંપનીના 2820 શેર મળત. નવરત્ન કંપનીએ છેલ્લા 10 વર્ષમાં પોતાના શેરધારકોને 3 વખત બોનસ શેર આપ્યા છે. પરંતુ અમે અમારી ગણતરીમાં કંપની તરફથી આપવામાં આવેલા છેલ્લા બે બોનસ શેરને સામેલ કર્યાં છે. જો કંપની તરફથી છેલ્લે આપવામાં આવેલા બે બોનસ શેરને સામેલ કરવામાં આવે તો કુલ શેરની સંખ્યા 9306 પહોંચી જાય છે. ભારત ઈલેક્ટ્રોનિક્સના શેર બુધવાર 17 સપ્ટેમ્બર 2025ના 416.60 રૂપિયા પર પહોંચી ગયા છે. આ હિસાબથી 9306 શેરની વર્તમાન વેલ્યુ 38.76 લાખ રૂપિયા છે.
10 વર્ષમાં 3 વખત બોનસ શેરની ભેટ
નવરત્ન કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) એ છેલ્લા 10 વર્ષમાં ત્રણ વખત તેના શેરધારકોને બોનસ શેર ભેટમાં આપ્યા છે. કંપનીએ સપ્ટેમ્બર 2015 માં 2:1 ના ગુણોત્તરમાં બોનસ શેર આપ્યા હતા. એટલે કે, કંપનીએ દરેક 1 શેર માટે 2 બોનસ શેર વહેંચ્યા હતા. મલ્ટિબેગર કંપનીએ સપ્ટેમ્બર 2017 માં 1:10 ના ગુણોત્તરમાં બોનસ શેર આપ્યા હતા. એટલે કે, કંપનીએ દરેક 10 શેર માટે 1 બોનસ શેર આપ્યો હતો. ભારત ઇલેક્ટ્રોનિક્સે સપ્ટેમ્બર 2022 માં તેનો છેલ્લો બોનસ શેર આપ્યો હતો. સપ્ટેમ્બર 2022 માં, કંપનીએ 2:1 ના ગુણોત્તરમાં બોનસ શેર આપ્યા હતા. એટલે કે, કંપનીએ દરેક શેર માટે 2 બોનસ શેર વહેંચ્યા હતા.
કંપનીને મળ્યો 712 કરોડ રૂપિયાનો ઓર્ડર
નવરત્નકંપની ભારત ઇલેક્ટ્રોનિક્સે જાહેરાત કરી છે કે 1 સપ્ટેમ્બર 2025ના છેલ્લા ડિસક્લોઝર બાદ તેને 712 કરોડ રૂપિયાના નવા ઓર્ડર મળ્યા છે. ભારત ઇલેક્ટ્રોનિક્સે રેગુલેટરી ફાઇલિંગમાં કન્ફર્મ કર્યું કે નવા ઓર્ડર ટેક્નોલોજી અને ડિફેન્સ સાથે જોડાયેલી પ્રોડક્ટ્સના મળ્યા છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)