આ દેશમાં ઓફિસે સાઇકલ લઇને જશો તો પ્રતિ કિ.મી મળશે 16 રૂપિયા

સાઇકલનો ઉપયોગ કરવાથી તમે ટ્રાફિકની મુશ્કેલીઓથી બચી શકો છો સાથે જ પેટ્રોલ-ડીઝલનો ખર્ચ પણ બચાવી શકો છો. પરંતુ તમે જાણો છો કે દુનિયામાં એક દેશ એવો પણ છે જે સાઇકલિંગના બદલામાં પૈસા પણ આપે છે.

આ દેશમાં ઓફિસે સાઇકલ લઇને જશો તો પ્રતિ કિ.મી મળશે 16 રૂપિયા

નવી દિલ્હી: દેશ અને દુનિયાના મોટા શહેરોમાં સાઇકલિંગને ખૂબ ઝડપથી અપનાવવામાં આવી રહી છે. તેની પાછળનું કારણ છે. સાઇકલિંગ કરવાથી હેલ્થને ખૂબ ફાયદો થાય છે. ભાગદોડવાળી જીંદગીમાં પોતાના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો મુશ્કેલ છે. એવામાં જો ગાડીના બદલે સાઇકલનો ઉપયોગ કરશો તો આ ફાયદાકારક રહેશે. આ ઉપરાંત સાઇકલનો ઉપયોગ કરવાથી તમે ટ્રાફિકની મુશ્કેલીઓથી બચી શકો છો સાથે જ પેટ્રોલ-ડીઝલનો ખર્ચ પણ બચાવી શકો છો. પરંતુ તમે જાણો છો કે દુનિયામાં એક દેશ એવો પણ છે જે સાઇકલિંગના બદલામાં પૈસા પણ આપે છે. નેધરલેંડ એક એવો દેશ છે જ્યાં સાઇકલ લઇને ઓફિસ જાવ તો તમારી કંપની દ્વારા તમને અલગથી પૈસા મળે છે. 
Netherlands pay 16 rupees per kilometre Cycling while going office

નેધરલેંડમાં સાઇકલિંગને પ્રોત્સાહન આપવા માટે આમ કરવામાં આવ્યું છે. જેથી અહીં જેટલી વસ્તી છે તેનાથી વધુ સાઇકલ છે. નેધરલેંડમાં ઓફિસ જવા માટે જો કોઇ કર્મચારી સાઇકલનો ઉપયોગ કરે છે તો તેને પ્રતિ કિલોમીટરના બદલામાં 0.22 ડોલર (લગભગ 16 રૂપિયા) અલગથી મળે છે. ત્યાં સરકારે કંપનીઓને સખત નિર્દેશ કર્યા છે કે તે આ નિયમનું પાલન કરે.

નેંધરલેંડની માફક યૂરોપમાં ઘણા એવા દેશ છે જ્યાં 'સાઇકલ ટૂ વર્ક સ્કીમ' લાગૂ છે. અહીં ઓફિસ જવા માટે સાઇકલનો ઉપયોગ કરતાં તમને પ્રતિ કિલોમીટરના બદલામાં અલગથી પૈસા મળે છે. ઇગ્લેંડ, બેલ્ઝિયમના માર્ગે પર તમને મોટી સંખ્યામાં લોકો સાઇકલની સવારી કરતાં જોવા મળશે. યૂરોપના ઘણા દેશોમાં જો તમે સાઇકલ ખરીદવા જાવ છો તો તમને સાઇકલમાં ભારે છૂટ આપવામાં આવે છે. સાઇકલિંગનો પ્રચાર થતાં આ દેશોની નિર્ભરતા પેટ્રોલ-ડીઝલ પર ઓછી થઇ રહી છે. 
Netherlands pay 16 rupees per kilometre Cycling while going office

હાલમાં જો નેધરલેંડની વાત કરીએ તો સરકાર દ્વારા સાઇકલિંગ માટે શાનદાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર એમ્સટર્ડમમાં ઓફિસ જનાર લોકો અડધી મુસાફરી સાઇકલ વડે પુરી કરે છે. સાઇકલ માટે શહેરોમાં અલગથી માર્ગો બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ઠેર-ઠેર યોગ્ય પાર્કિંગ અને સુરક્ષિત સાઇકલ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news