હવે UPIથી એક ક્લિકમાં જમા થશે સ્કૂલ ફી, કેન્દ્રએ તમામ રાજ્યોને લખ્યો પત્ર
UPI for school fee payment: કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની શાળાઓને UPI અપનાવવા માટે કહ્યું છે. આ પહેલનો ઉદ્દેશ શાળાના કાર્યને સ્માર્ટ બનાવવાનો અને વાલીઓની મુશ્કેલીઓ દૂર કરવાનો છે.
Trending Photos
)
UPI for school fee payment: શાળાઓમાં ડિજિટલ પારદર્શિતા લાવવા માટે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની શાળાઓને એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેમાં શિક્ષણ મંત્રાલયે તમામ NCERT, CBSE, KVS અને NVS જેવી શિક્ષણ સંસ્થાઓને ફી ભરવા માટે ડિજિટલ પેમેન્ટ મોડ, ખાસ કરીને UPI અપનાવવાનો આગ્રહ કર્યો છે. શિક્ષણ મંત્રાલયનું કહેવું છે કે આનાથી માત્ર શાળાઓમાં ફી ભરવા માટે લાગતી લાંબી લાઇનો જ સમાપ્ત થશે નહીં, પરંતુ આ પગલું શાળા વહીવટીતંત્રને ટેકનોલોજીના મામલે પણ અપડેટ રાખશે.
શાળાઓમાં UPI શા માટે જરૂરી છે?
શાળાઓમાં હંમેશા રોકડ આપીને ફી ભરવામાં આવે છે. આવી સ્થિતિમાં, વાલીઓને ફી ભરવા માટે અલગથી સમય કાઢીને શાળાએ આવવું પડે છે. તેમાં પણ નવા પ્રવેશ અને પરીક્ષાઓના સમયે ફી કાઉન્ટરો પર ઘણી ભીડ હોય છે, જેના કારણે વાલીઓ અને બાળકોને ફી ભરવા માટે લાંબી લાઇનોમાં રાહ જોવી પડે છે. આ સાથે, ઘણી વખત ફીની રસીદ ન મળવા અથવા રોકડ ન હોવાને કારણે આ મુશ્કેલી વધુ વધી જાય છે. આવી સ્થિતિમાં, ઓનલાઈન મોડમાં વાલીઓ ઘરે બેઠા જ એક ક્લિકથી કોઈ પણ વિલંબ વગર ફી જમા કરાવી શકે છે અને તેનો રેકોર્ડ પણ હંમેશા માટે સુરક્ષિત રહે છે. સાથે જ, આના દ્વારા આરામથી કેશલેસ પેમેન્ટ થઈ જશે.
UPI કેવી રીતે લાવશે પરિવર્તન?
આ સિસ્ટમ, ડિજિટલ ઇન્ડિયાના વિચારને પણ પ્રોત્સાહન આપે છે. આ પહેલથી માત્ર શાળા વહીવટીતંત્ર જ સુધરશે નહીં પરંતુ વાલીઓ પણ વધુને વધુ ડિજિટલી સાક્ષર (Digitaly Literate) થશે. 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન લાવવું ખૂબ જ જરૂરી છે. પછી ભલે તે બાળકોને સ્માર્ટ ક્લાસીસ દ્વારા ભણાવવું હોય કે પછી શાળાની ફી ભરવા માટે UPIનો ઉપયોગ કરવો હોય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે












