)
NSE Holidays 2026: ભારતીય શેર બજારમાં આ સપ્તાહે ઉતાર-ચઢાવનો માહોલ જોવા મળ્યો છે. બુધવારે પણ માર્કેટ ઘટાડા સાથે બંધ થયું હતું. પરંતુ આ વચ્ચે જો તમે ગુરૂવારે શેર બજારમાં ટ્રેડ કરવાની યોજના બનાવી રહ્યાં છો તો તે જાણવું જરૂરી છે કે 25 ડિસેમ્બર, ગુરૂવારે ભારતીય શેર બજાર બંધ રહેશે. એક્સચેન્જના સત્તાવાર હોલિડે કેલેન્ડર પ્રમાણે ક્રિસમિસ પર BSE અને NSE બંને પર કોઈ ટ્રેડિંગ થશે નહીં. બજારનો કારોબાર હવે શુક્રવાર, 26 ડિસેમ્બરે થશે.
કયા સેગમેન્ટમાં નહીં થાય ટ્રેડિંગ
ક્રિસમસની રજાને કારણે ગુરૂવારે શેર બજાર સાથે જોડાયેલા મુખ્ય સેગમેન્ટ બંધ રહેશે તેમાં
ઈક્વિટી ટ્રેડિંગ
ઈક્વિટી ડેરિવેટિવ્સ
સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બોરોઇંગ (SLBs)
કરન્સી ડિરેવેટિવ્સ
ઈન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્સ
બધામાં કારોબાર સ્થગિત રહેશે. એટલે કે ઈન્વેસ્ટર અને ટ્રેડર્સ કોઈ ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં.
2026 માટે NSE એ રજાનું લિસ્ટ જાહેર કર્યું
આ વચ્ચે NSE એ વર્ષ 2026 માટે ટ્રેડિંગ હોલિડે કેલેન્ડર પણ જાહેર કર્યું છે. આગામી વર્ષે શેર બજાર કુલ 15 દિવસ માટે બંધ રહેશે. જેમાં 4 રજાઓ શનિવાર કે રવિવારે પડી રહી છે, જ્યારે બજાર બંધ હોય છે. 2026ની પ્રથમ રજા 26 જાન્યુઆરી (ગણતંત્ર દિવસ) ના હશે.
વર્ષ 2026મા શેરબજારની રજાઓનું લિસ્ટ
| ક્રમ | તારીખ | દિવસ | રજા |
|---|---|---|---|
| 1 | 26 જાન્યુઆરી 2026 | સોમવાર | ગણતંત્ર દિવસ |
| 2 | 3 માર્ચ 2026 | મંગળવાર | હોળી |
| 3 | 26 માર્ચ 2026 | ગુરૂવાર | શ્રી રામ નવમી |
| 4 | 31 માર્ચ 2026 | મંગળવાર | શ્રી મહાવીર જયંતિ |
| 5 | 3 એપ્રિલ 2026 | શુક્રવાર | ગુડ ફ્રાઇડે |
| 6 | 1 મે 2026 | શુક્રવાર | મહારાષ્ટ્ર દિવસ |
| 7 | 15 ઓગસ્ટ 2026 | શનિવાર | સ્વતંત્રતા દિવસ |
| 8 | 27 ઓગસ્ટ 2026 | ગુરૂવાર | ગણેશ ચતુર્થી |
| 9 | 2 ઓક્ટોબર 2026 | શુક્રવાર | ગાંધી જયંતિ |
| 10 | 20 ઓક્ટોબર 2026 | મંગળવાર | દિવાળી |
| 11 | 21 ઓક્ટોબર 2026 | બુધવાર | બલિપ્રતિપ્રદા |
| 12 | 5 નવેમ્બર 2026 | ગુરૂવાર | ગુરૂ નાનક જયંતિ |
| 13 | 25 ડિસેમ્બર 2026 | શુક્રવાર | ક્રિસમસ |