Swiggy-Zomatoથી ઓનલાઈન જમવાનું મંગાવવું થયું મોંઘું, આ ગ્રાહકોએ હવે ચૂકવવો પડશે વધારાનો ચાર્જ, જાણો ડિટેલ્સ
Pay Additional Charges: હવે ઝોમેટો ગોલ્ડ અને સ્વિગી વનના સભ્યોએ પણ બિન-સભ્યોની જેમ ડિલિવરી પર વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે તેમણે મેમ્બરશિપ માટે અલગ ફી ચૂકવી દીધી છે.
Trending Photos
Pay Additional Charges: જો તમે પણ સ્વિગી અને ઝોમેટો પરથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો છો તો આ સમાચાર તમારા માટે છે. ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગી અને ઝોમેટોએ લોયલ્ટી પ્રોગ્રામ યુઝર્સ માટે રેઈન સરચાર્જ પર ફી માફી પણ દૂર કરી છે. આનો અર્થ એ થયો કે હવે જે ગ્રાહકોએ ઝોમેટો ગોલ્ડ અને સ્વિગી વનનું સબ્સ્ક્રાઇબ લીધુ છે તેમને પણ વરસાદ દરમિયાન વધારાના ચાર્જ ચૂકવવો પડશે.
અગાઉ, ઝોમેટો ગોલ્ડ અને સ્વિગી વન યુઝર્સને વરસાદ દરમિયાન પણ ફૂડ ડિલિવરી માટે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડતો ન હતો. આ ફી ફક્ત નોન-મેમ્બર માટે જ લાગુ પડતી હતી. પરંતુ હવે ઝોમેટો ગોલ્ડ અને સ્વિગી વનના સભ્યોએ પણ બિન-સભ્યોની જેમ ડિલિવરી પર વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. જ્યારે તેમણે સભ્યપદ માટે અલગ ફી ચૂકવી છે તેમ છતા.
ઝોમેટો અને સ્વિગી પર નફો વધારવા માટે દબાણ
ઝોમેટો અને સ્વિગી દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે બંને રોકાણકારો દ્વારા તેમના નફામાં સુધારો કરવા માટે ભારે દબાણ હેઠળ છે. ઝોમેટોની પેટન્ટ કંપની એટરનલએ નાણાકીય વર્ષ 2024-25 ના ચોથા ક્વાર્ટર (Q4) માં કર પછીનો નફો (PAT) માત્ર 39 કરોડ રૂપિયા નોંધાવ્યો છે. આ નફો ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં મળેલા ૧૭૫ કરોડ રૂપિયા કરતાં 78% ઓછો છે.
બીજી તરફ, સ્વિગીને ચોથા ક્વાર્ટરમાં વધુ મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. નાણાકીય વર્ષ 2025 ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો ખોટ વધીને 1,081.18 કરોડ રૂપિયા થઈ, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં આ ખોટ 554.77 કરોડ રૂપિયા હતી. એટલે કે કંપનીનું નુકસાન 94%થી વધુ વધ્યું છે.
પ્લેટફોર્મ ફીમાં 5 ગણો વધારો
છેલ્લા કેટલાક મહિનાઓથી, સ્વિગી અને ઝોમેટો દરેક ઓર્ડરથી વધુ કમાણી કરવાના નવા રસ્તાઓ શોધી રહ્યા છે. તાજેતરમાં કંપનીએ પ્લેટફોર્મ ફી 5 ગણી વધારીને 10 રૂપિયા કરી છે. શરૂઆતમાં પ્લેટફોર્મ ફી પ્રતિ ઓર્ડર માત્ર 2 રૂપિયા હતી. ભલે આ રકમ નાની લાગે, પરંતુ બંને કંપનીઓ દરરોજ 20 લાખથી વધુ ફૂડ ઓર્ડર ડિલિવરી કરે છે. આવી સ્થિતિમાં, જો દરેક ઓર્ડર પર 10 રૂપિયા વસૂલવામાં આવે છે, તો દરેક કંપની દરરોજ ઓછામાં ઓછા 2 કરોડ રૂપિયા વધારાની કમાણી કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે