PAN CARD માં ઓનલાઈન બદલી શકો છો નામ સહિત આ વસ્તુઓ, જાણો આખી પ્રક્રિયા

પાન કાર્ડમાં ફેરફાર માટે ઓનલાઈન અરજી કરી શકાય છે. જો હસ્તાક્ષર ખોટા હોય કે ફોટો ચેન્જ કરાવવો હોય તો કેટલાંક દસ્તાવેજની કોપી સાથે અટેચ કરવા પડશે.

PAN CARD માં ઓનલાઈન બદલી શકો છો નામ સહિત આ વસ્તુઓ, જાણો આખી પ્રક્રિયા

નવી દિલ્લી: સરકારી કામકાજ સહિત તમામ યોજનાઓનો લાભ લેવા માટે પાન કાર્ડ (PAN CARD) ની જરૂરિયાત રહે છે. ખાસ કરીને કેવાયસી ડિટેઈલ્સ માટે પાન કાર્ડમાં આપવામાં આવેલ જાણકારી સાચી હોવી અત્યંત જરૂરી છે. પરંતુ જો તેમાં નામ કે જન્મતારીખ ખોટી છે. અને તમે તેને સુધારવા માગો છો તો તમારે ક્યાંય જવાની જરૂરિયાત નથી. તમે આધાર કાર્ડ (Aadhar Card) ની જેમ ઘરે બેઠા પાન કાર્ડમાં પણ ઓનલાઈન ફેરફાર કરી શકો છો. તેના માટે તમારે કેટલીક પ્રક્રિયાઓને ફોલો કરવી પડશે.

Covid-19 Recovery: કોરોનાના સંક્રમણ અને રિકવરી દરમ્યાન ભૂલથી પણ ખાઓ આ ચીજો, નહીં તો થશે ગંભીર નુકસાન

1. પાન કાર્ડમાં તમે NSDL કે UTI ની વેબસાઈટ https://tin.tin.nsdl.com/pan/correction.html પર વિઝિટ કરી શકો છો.
2. અહીંયા “Application Type’’ ઓપ્શનમાં “Changes or correction in existing PAN Data’’ના વિકલ્પ પર ક્લિક કરો.
3. હવે એપ્લિકેશન ફોર્મ પર માહિતી દાખલ કરો અને “Submit” પર ક્લિક કરો. આ દરમિયાન ટોકન નંબર આવશે. તેના દ્વારા PAN એપ્લિકેશનને આગળ વધારો.
4. KYC માટે EID/આધાર અને અન્ય વિગત જેવી ફરજિયાત માહિતી ભરો.
5. જો પાન કાર્ડમાં ફોટો નથી તો ’Photo mismatch’ અને હસ્તાક્ષર બદલવા માટે ‘Signature Mismatch’નો વિકલ્પ પસંદ કરો અને તેના પછી માતા-પિતાની વિગત ભરો. તેના પછી “Next’’ બટન પર ક્લિક કરો.
6. તેના પછી ‘Address and Contact’ સેક્શન અંતર્ગત તમારો ફોન નંબર અને સરનામું જેવી વ્યક્તિગત જાણકારી દાખલ કરો.
7. વ્યક્તિગત માહિતી ભર્યા પછી અરજદારે ઓળખ પ્રમાણપત્ર, એડ્રેસ પ્રૂફ અને ડેથ ઓફ બર્થ પ્રૂફને અટેચ કરવાનું રહેશે. તે સિવાય અરજદારે પોતાના પાન અલોટમેન્ટ લેટર કે પાન કાર્ડની એક કોપી પણ અટેચ કરવી પડશે.
8. હવે સબમિટ બટન પર ક્લિક કરો અને વેરિફિકેશન માટે બધા પ્રૂફ ડોક્યુમેન્ટ્સની સ્કેન કોપીને અપલોડ કરો.
9. ફોટોગ્રાફ અને હસ્તાક્ષરમાં ફેરફાર કરવા માટે અરજદારે ફી ચૂકવવી પડશે. જો તમે તેને ઘરે મંગાવવા ઈચ્છો છો તો તમારે જીએસટી સહિત 101 રૂપિયા ચૂકવવા પડશે.

Sex Racket માં પકડાતા આ હીરોઈનોનું કરિઅર થઈ ગયું બર્બાદ, એક સમયે બોલીવુડમાં ચાલતો હતો તેમના નામનો સિક્કો

ટોલ ફ્રી નંબરની લઈ શકો છો મદદ:
પાન કાર્ડમાં ફેરફાર માટે વધારે જાણકારી માટે ટોલ ફ્રી નંબર 020-2721 8080 પર ફોન કરી શકો છો. જો ઈચ્છો તો tininfo@nsdl.co.in પર ઈમેલ પણ મોકલી શકો છો. પાન કાર્ડનું સ્ટેટસ ચેક કરવા માટે SMS પણ કરી શકો છો. તેના માટે NSDL PAN<સ્પેસ> 15 આંકડાનો પ્રાપ્ત માહિતી નંબર ટાઈપ કરો અને 57575 નંબર પર મોકલી આપો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news