Baba Ramedev એ લોન્ચ કરી Corona ની નવી દવા Coronil, ગડકરીએ કહ્યું- 'ચમત્કાર વિના નમસ્કાર નહી'

પતંજલિના કોરોનાની દવા લોન્ચ કરવા પર બાબા રામદેવે કહ્યું કે મોદી સરકારનું કામ 6 લાખ 38 હજાર ગામમાં જમીન પર દેખાય છે. તેમણે લોન્ચના અવસર પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીની પ્રશંસા કરતાં કહ્યું કે તેમણે હરિદ્રારથી દિલ્હીના અંતર 6 કલાકથી 3 કલાક કરી દીધું છે. 

Baba Ramedev એ લોન્ચ કરી Corona ની નવી દવા Coronil, ગડકરીએ કહ્યું- 'ચમત્કાર વિના નમસ્કાર નહી'

નવી દિલ્હી: બાબા રામદેવે આજે કોરોનાની નવી દવા Coronil લોન્ચ કરી છે. આ અવસર પર રોડ પરિવહન મંત્રી નિતિન ગડકરી અને ડો. હર્ષવર્ધન પણ હાજર રહ્યા. આ નવી દવાની જાહેરાત પર પતંજલિ યોગપીઠ (Patanjali Yogpeeth) નું કહેવું છે કોરોનાના ઉપચારમાં આગામી દવા 'Evidence Based' છે, એટલે કે દવા પુરાવા પરાઅધારિત છે. 

પતંજલિના કોરોનાની દવા લોન્ચ કરવા પર બાબા રામદેવે કહ્યું કે મોદી સરકારનું કામ 6 લાખ 38 હજાર ગામમાં જમીન પર દેખાય છે. તેમણે લોન્ચના અવસર પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીની પ્રશંસા કરતાં કહ્યું કે તેમણે હરિદ્રારથી દિલ્હીના અંતર 6 કલાકથી 3 કલાક કરી દીધું છે. 

બાબા રામદેવે દવા લોન્ચના અવસર પર કહ્યું કે આ દવા માટે જેટલા પણ માપદંડ હોય છે, તમામનું પાલન કર્યું છે. કોરોનિલ પર ઘણા લોકોએ સવાલ ઉભા કર્યા હતા, લોકો શંકાની નજરે જુએ છે. બાબા રામદેવે કહ્યું કે પતંજલિ રિસર્ચ ઇંસ્ટીટ્યૂટના સાઇટિસ્ટ અને પુરૂષાર્થથી વિશ્વને કોરોના જેવી મહામારીથી મુક્તિ અપાવવામાં આ સફળ રિસર્ચ સંભવ થઇ શક્યું છે. આ ઔષધિ તમારા શરીરમં પ્રવેશ કોરોનાની કાર્યપ્રણાલીને બાધિત કરવાની ચેષ્ટા રાખે છે. 

બાબા રામદેવએ કહ્યું 'કેટલાક લોકો દવાઓ બનાવે છે વેપાર માટે, પરંતુ અમે દવા બનાવી સારવાર અને ઉપકાર માટે. તેમણે કહ્યું કે 'હું તો ઇચ્છું છું કે એક સમય બાદ WHO ની હેડ ઓફિસ ભારતમાં બની જાય.' 

આ અવસર પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે 'ચમત્કાર વિના કોઇ નમસ્કાર નહી. તેમણે કહ્યું કે સતત રિસર્ચ કરવું સમયની જરૂરિયાત છે. 

કેંદ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે દુનિયાના ઘણા દેશો ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેંડ, કોલંબિયા, મોરિશસ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ચીને ભારતના આયુર્વેદને પોતાના રેગુલર મેડિસિન સિસ્ટમમાં લાગૂ કર્યું છે. તેમણે કહ્યું કે આર્યુવેદની ડિગ્રી લીધેલા ડોક્ટર આ દેશોમાં જઇને પ્રેક્ટિસ કરી શકે છે. તેમણે કહ્યું કે આયુર્વેદ વિશે વેદોથી માંડીને તમામ સ્થળો પર જાણકારીઓ ઉપલબ્ધ છે. 2014માં જ્યારે મને થોડા સમય માટે સ્વાસ્થ્ય મંત્રી બનવાની તક મળી હતી. પીએમ મોદીએ 2014માં આયુષ મંત્રાલયની સ્થાપના કરી, આર્યુવેદના સંદર્ભમાં બાબા રામદેવનું સપનું છે તે જ સપનું અમારું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news