)
Penny Stock: પેની સ્ટોક્સ પોતાની વોલેટિલિટી માટે જાણીતા હોય છે. પરંતુ અમેરિકી શેર બજારમાં આવા એક સ્ટોકે એવી એકતરફી રેલી દેખાડી કે બધા ચોંકી ગયા. Eightco Holdings Inc. (NASDAQ: OCTO) ની સોમવારની રેલી બધાને ચોંકાવી રહી છે. કંપનીની એક જાહેરાત બાદ તેના શેરમાં એક દિવસમાં જબરદસ્ત તેજી આવી છે.
Eightco ના શેરમાં આશરે 3000% નો વધારો થયો, જ્યારે ઈન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન તે ઉછળીને 5632% સુધી પહોંચી ગયો હતો. શેર 45.08 યુએસ ડોલર પર બંધ થયો. 5 સપ્ટેમ્બરે તે 1.43 યુએસ ડોલરના ભાવ પર બંધ થયો હતો. એટલે કે દોઢ ડોલરના ભાવથી એક દિવસમાં સીધો 45 ડોલરની ઉપર પહોંચી ગયો છે.
શેરમાં વધારો થવાનું કારણ શું હતું?
આ વધારાનું કારણ કંપનીની મોટી જાહેરાત હતી. Eightco એ જણાવ્યું હતું કે તે ડિજિટલ એસેટ વર્લ્ડકોઈન (વર્લ્ડકોઈન: WLD) ને તેની મુખ્ય ટ્રેઝરી રિઝર્વ એસેટ તરીકે ખરીદવા જઈ રહી છે. $250 મિલિયનના ખાનગી પ્લેસમેન્ટ સાથે, કંપનીએ BitMine Immersion Technologies પાસેથી $20 મિલિયનનું વધારાનું વ્યૂહાત્મક રોકાણ પણ લીધું છે.
Eightco એ કુલ 171.2 મિલિયન શેર $1.46 પ્રતિ શેરના દરથી વેચ્યા, જ્યારે BitMine ને એડિશનલ 13.7 મિલિયન શેર આ કિંમત પર અલોટ કરવામાં આવ્યો. આ ફંડ્સનો ઉપયોગ કંપની વર્લ્ડકોઇન ખરીદવા માટે કરશે. વર્લ્ડકોઇનને OpenAI ના CEO Sam Altman સહિત કેટલાક અન્ય ટેક એક્સપર્ટે કો-ફાઉન્ડ કર્યું હતું.
WorldCoin ની કિંમતમાં આવી તેજી
Worldcoin નું માર્કેટ કેપ $3 બિલિયનની નજીક છે અને Eightco ની જાહેરાત બાદ વર્લ્ડકોઇનની કિંમતમાં પણ 49 ટકાની તેજી જોવા મળી છે. CoinGecko ના મતે, વર્લ્ડકોઈન છેલ્લા સાત મહિનામાં ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યું છે. Eightco પોતે એક ઈ-કોમર્સ કંપની છે, પરંતુ આ પગલા સાથે કંપનીએ તેની ડિજિટલ એસેટ ટ્રેઝરી વ્યૂહરચના પર ભાર મૂક્યો છે. કંપનીનું આ પગલું એ દર્શાવે છે કે હવે માત્ર નાણાકીય કંપનીઓ જ નહીં, પરંતુ અન્ય ક્ષેત્રોની કંપનીઓએ પણ ડિજિટલ એસેટ્સને તેમના ભવિષ્યના ભાગ રૂપે ધ્યાનમાં લેવાનું શરૂ કર્યું છે.
આ સાથે Eightco એ વોલ સ્ટ્રીટના જાણીતા ટેક એનાલિસ્ટ Dan Ives ને પોતાના ચેરમેન બનાવ્યા છે. Dan Ives ને ટેક સેક્ટરમાં Nvidia અને Tesla જેવા દિગ્ગજો પર બુલિશનેસ માટે ઓળખવામાં આવે છે. તેમનું Eightco સાથે જોડાવું ડિજિટલ ફોકસને વધુ મજબૂત બનાવે છે. આ જાહેરાત બાદ Eightcoનું માર્કેટ કેપ માત્ર 4.4 બિલિયન ડોલરથી વધી 190 બિલિયન ડોલર સુધી પહોંચી ગયું હતું. આ વધારાને કારણે ઈન્વેસ્ટરોનું ધ્યાન Eightco તરફ ખેંચાયું છે.