)
Stock Market News: પેની સ્ટોક રહેલ એલીટકોન ઈન્ટરનેશનલે એક વર્ષમાં છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. એલીટકોન ઈન્ટરનેશનલના શેર ગુરૂવારે BSEમાં 5 ટકાની તેજી સાથે 177 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેરમાં એક વર્ષમાં 6900 ટકાનો વધારો થયો છે. કંપનીએ 1 વર્ષમાં 1 લાખ રૂપિયાના રોકાણને 70 લાખ બનાવી દીધા છે. એલીટકોન ઈન્ટરનેશનલ સિગારેટ અને ટોબેકો બનાવનારી પ્રોડક્ટ્સ સાથે જોડાયેલી કંપની છે.
1 લાખના આ રીતે બનાવ્યા 70 લાખથી વધુ
એલીટકોન ઈન્ટરનેશનલના શેર 18 સપ્ટેમ્બર 2025ના 2.51 રૂપિયા પર હતા. કંપનીના શેર 18 સપ્ટેમ્બર 2025ના 177 રૂપિયા પર પહોંચી ગયા છે. એલીટકોન ઈન્ટરનેશનલના સ્ટોકે એક વર્ષમાં શેરધારકોને 6951 ટકાનું જોરદાર રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 18 સપ્ટેમ્બર 2024ના એલીટકોન ઈન્ટરનેશનલના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની વેલ્યુ 70.51 લાખ રૂપિયા હોત.
આ વર્ષે અત્યાર સુધી 1600 ટકાની તેજી
એલીટકોન ઈન્ટરનેશનલના શેરમાં આ વર્ષે અત્યાર સુધી 1606 ટકાનો વધારો થયો છે. કંપનીના શેર આ વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરી 2025ના 10.38 રૂપિયા પર હતા. કંપનીના શેર 18 સપ્ટેમ્બર 2025ના 177 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા છ મહિનામાં કંપનીના શેરમાં 540 ટકાની જોરદાર તેજી આવી છે. કંપનીના શેર આ સમયગાળામાં 27.66 રૂપિયાથી વધી 177 રૂપિયા પર પહોંચી ગયા છે. પરંતુ છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં 46 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
શેરનું વિભાજન કરી ચૂકી છે કંપની
એલીટકોન ઈન્ટરનેશનલ પોતાના શેરને સ્પ્લિટ કરી ચૂકી છે. કંપનીએ પોતાના શેરને 10 ટકડામાં વિભાજીત કર્યા હતા. મલ્ટીબેગર કંપનીએ જૂન 2025મા 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળા પોતાના શેરને 1-1 રૂપિયાની ફેસ વેલ્યુવાળા 10 શેરમાં વિભાજીત કર્યાં છે. કંપનીમાં પ્રમોટર્સની ભાગીદારી 59.70 ટકા છે. જ્યારે પબ્લિક શેરહોલ્ડિંગ 40.50 ટકા છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)