1 લાખ રૂપિયાના બની ગયા 84 લાખ રૂપિયા, 11 મહિનામાં આ સસ્તા શેરમાં 8300% ટકાની તેજી

કોઠારી ઈન્ડસ્ટ્રિયલ કોર્પોરેશનના શેરમાં 11 મહિનામાં 8300 ટકાથી વધુની તેજી આવી છે. કોઠારી ઈન્ડસ્ટ્રિયલ કોર્પોરેશનનો શેર આ સમયગાળામાં આશરે 2 રૂપિયાથી વધી 159 રૂપિયા પર પહોંચી ગયો છે.

1 લાખ રૂપિયાના બની ગયા 84 લાખ રૂપિયા, 11 મહિનામાં આ સસ્તા શેરમાં 8300% ટકાની તેજી

Penny Stock: કોઠારી ઇન્ડસ્ટ્રિયલ કોર્પોરેશન, એક નાની કંપનીએ તેના શેરધારકોને આકર્ષક વળતર આપ્યું છે. માત્ર 11 મહિનામાં કંપનીના શેરમાં 8300%થી વધુનો ઉછાળો આવ્યો છે. આ સમયગાળા દરમિયાન કોઠારી ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશનનો શેર આશરે રૂ. 2 થી વધીને રૂ. 159 થી ઉપર પહોંચી ગયો છે. ગુરુવાર, માર્ચ 13, 2025 ના રોજ કંપનીના શેરોએ તેમની નવી 52-સપ્તાહની ઊંચી સપાટી બનાવી છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર રૂ. 1.80 છે.

1 લાખના બનાવી દીધા 84 લાખ રૂપિયા
કોઠારી ઈન્ડસ્ટ્રિયલ કોર્પોરેશનના શેર 2 એપ્રિલ 2024ના 1.89 રૂપિયા પર હતા. કંપનીના શેર 13 માર્ચ 2015ના 159.25 રૂપિયા પર બંધ થયા છે. છેલ્લા 11 મહિનામાં કોઠારી ઈન્ડસ્ટ્રીયલના શેરમાં 8325 ટકાની તેજી જોવા મળી છે. જો કોઈ વ્યક્તિએ 2 એપ્રિલ 2024ના કોઠારી ઈન્ડસ્ટ્રિયલ કોર્પોરેશનના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને રોકાણ યથાવત રાખ્યું હોય તો આજે તે 1 લાખની વેલ્યુ વધીને 84.25 લાખ રૂપિયા થઈ ગઈ હોત.

છ મહિનામાં 600 ટકાથી વધુનો થયો વધારો
છેલ્લા 6 મહિનામાં કોઠારી ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશનના શેરમાં 602% થી વધુનો વધારો થયો છે. સ્મોલકેપ કંપનીનો શેર 16 સપ્ટેમ્બર, 2024ના રોજ રૂ. 22.68 પર હતો. 13 માર્ચ, 2025ના રોજ કંપનીના શેર રૂ. 159.25 પર બંધ થયા હતા. છેલ્લા ત્રણ મહિનામાં કોઠારી ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશનના શેરમાં લગભગ 120%નો ઉછાળો જોવા મળ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં લગભગ 88 ટકાનો ઉછાળો આવ્યો છે. તે જ સમયે, છેલ્લા એક મહિનામાં કોઠારી ઇન્ડસ્ટ્રીયલના શેરમાં 27%નો વધારો થયો છે.

કંપની પર  LIC નો પણ દાવ
દેશની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો કોઠારી ઈન્ડસ્ટ્રિયલ કોર્પોરેશન પર મોટો દાવ છે.  LIC પાસે કોઠારી ઈન્ડસ્ટ્રિયલ કોર્પોરેશનના 1471629 શેર છે. કંપનીમાં એલઆઈસીની 1.89 ટકા ભાગીદારી છે. શેરહોલ્ડિંગનો આ ડેટા ડિસેમ્બર 2024 ક્વાર્ટર સુધીનો છે.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો) 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news