દરરોજ 150 રૂપિયા લગાવી થશે 45 લાખની કમાણી, જાણી લો SIP માં સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટનો ફંડા

Smart Investments Tips in SIP: માર્કેટ રેગુલેટર SEBI એ મ્યૂચુઅલ ફંડમાં રોકાણની મર્યાદા ઘટાડી 250 રૂપિયા કરવાની યોજના બનાવી છે. તેવામાં નાના રોકાણકારો દર મહિને સરળતાથી SIP દ્વારા સારૂ રિટર્ન મેળવી શકે છે.

દરરોજ 150 રૂપિયા લગાવી થશે 45 લાખની કમાણી, જાણી લો SIP માં સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટનો ફંડા

મિડલ ક્લાસ અને સામાન્ય વ્યક્તિ માટે જીવનનિર્વાહ કરવાની સાથે પોતાના સપના પૂરા કરવા માટે માત્ર પગારથી ચાલતું નથી. તેવામાં સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) સામાન્ય લોકોની વધારાની કમાણીનો એક શાનદાર અને વિશ્વાસપાત્ર વિકલ્પ બની રહ્યો છે. તેમાં તમે નાની-નાની બચતથી મોટું રિટર્ન મેળવી શકો છો. SIP માં જો સ્માર્ટ રીતે રોકાણ કરવામાં આવે તો લાંબા ગાળે તે તમારી જરૂરીયાત પર સારૂ રિટર્ન આપે છે. આવો સમજીએ તમે સ્માર્ટ રીતે દરરોજ 150 રૂપિયા માર્કેટમાં લગાવી 45 લાખ સુધીની કમાણી કરી શકો છો.

SIP ની એડમાં તમે એક ડિસ્ક્લેમર જરૂર સાંભળ્યું અને વાંચ્યું હશે- Mutual fund investments are subject to market risks, read all scheme related documents carefully. SIP દ્વારા તમે મ્યૂચુઅલ ફડ્સ માર્કેટમાં રોકાણ કરો છો. તે શેર માર્કેટથી લિંક હોય છે. તેવામાં માર્કેટની સ્થિતિ પ્રમાણે ક્યારેક તમને નેગેટિવ રિટર્ન પણ મળી શકે છે. મ્યૂચુઅલ ફંડ્સને ક્વોલિફાઇડ ફંડ મેનેજર હેન્ડલ કરે છે. તેથી તમારા પૈસા ડૂબવાનો ખતરો ઓછો હોય છે.

દરરોજ 150 રૂપિયાનું રોકાણ કઈ રીતે બનશે 45 લાખ?
ચાલો એક ઉદાહરણ દ્વારા આને સમજવાનો પ્રયત્ન કરીએ. તમે રોકાણ માટે SIP પ્લાન લીધો છે જેમાં તમારે દર મહિને 4500 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો ગણતરી કરવામાં આવે તો દરરોજ રોકાણ કરાયેલી રકમ 150 રૂપિયા હતી. આ રીતે રોજના 150 રૂપિયાનું રોકાણ કરીને તમે વાર્ષિક 54 હજાર રૂપિયાનું રોકાણ કર્યું.

સારું વળતર મેળવવા માટે, તમારે તમારું રોકાણ લાંબા ગાળા માટે રાખવું પડશે. એટલે કે, જો તમે 20 વર્ષ સુધી દર મહિને 4500 રૂપિયાનું રોકાણ કરો છો, તો SIPમાં જમા થયેલી કુલ રકમ 10.80 લાખ રૂપિયા થશે.

તમારી SIP આ 20 વર્ષમાં પરિપક્વ થશે, સામાન્ય રીતે, SIPમાં લાંબા ગાળાનું રોકાણ વાર્ષિક 12% વળતર આપે છે. આવી સ્થિતિમાં 20 વર્ષમાં આ રકમ પર તમને 34,16,166 રૂપિયાની કમાણી થશે.

તમને આના પર વ્યાજ પણ મળશે. આ કિસ્સામાં, કુલ રકમ 44,96,166 રૂપિયા થશે. એટલે કે લોંગ ટર્ન રિટર્ન હેઠળ તમને 20 વર્ષ પછી અંદાજે 45 લાખ રૂપિયા મળશે.

તેમાં તમને વ્યાજ પણ મળશે. તેવામાં આ રકમ કુલ  44,96,166 રૂપિયા થશે. એટલે કે લાંબાગાળામાં તમને 20 વર્ષ બાદ આશરે 45 લાખ રૂપિયા મળશે. 

માર્કેટમાં કમાણી કરવા પર આ વાતનું રાખો ધ્યાન
- નાની ઉંમરમાં રોકાણ શરૂ કરો, જેથી તમને લાંબા ગાળે સારૂ રિટર્ન મળી શકે.

- ચક્રવૃદ્ધિ વ્યાજને સમજતા, ધીમે-ધીમે રોકાણની રકમ વધારવી જોઈએ.

- રોકાણ માટે સૌથી જરૂરી વસ્તુ અનુશાસન અને નિયમિત હોવું છે. તમારે દર મહિને નક્કી રકમનું રોકાણ કરવું પડશે.

- જે સેક્ટરમાં રોકાણનો પ્લાન બનાવી રહ્યાં છો તેની હિસ્ટ્રી સમજી લો. રિચર્સ અને એનાલિસિસ ખૂબ જરૂરી છે.

- તે પણ જોવું જોઈએ કે તમારે પૈસા ક્યારે લગાવવા જોઈએ

આ વાતનું રાખો ખાસ ધ્યાન
- તમારા નાણાકીય ટાર્ગેટ સેટ કરો અને તે પ્રમાણે રોકાણ કરો.
- રિસર્ચ અને એનાલિસિસ વગર રોકાણ ન કરો.
- કોઈ એક વસ્તુમાં બધુ રોકાણ ન કરો.
- માર્કેટમાં જ્યારે બૂમ હોય ત્યારે પૈસા કાઢવા બેવકૂફી ગણાશે.
- સમય-સમય પર તમારો પોર્ટફોલિયો સાઇટ પર ચેક કરતા રહો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news