Personal Loan Recovery Rules: પર્સનલ લોન ભર્યા વગર વ્યક્તિનું મોત થાય તો બાકીની રકમ કોણ ચૂકવશે?
પર્સનલ લોન એ કોલેટરલ ફ્રી લોન છે, પરંતુ આ માટે બેંક તમારી પાસેથી ભારે વ્યાજ વસૂલ કરે છે. ધારો કે જો કોઈ વ્યક્તિ બેંકમાંથી લોન લીધા પછી મૃત્યુ પામે છે, તો બાકી લોનની રકમ ચૂકવવાની જવાબદારી કોણ લેશે?
Trending Photos
Business News: પર્સનલ લોન (Personal Loan) એક એવી લોન છે જે સરળતાથી મળી જાય છે. તે માટે હજુ મહેનત કરવાની જરૂર પડતી નથી. મુશ્કેલ સમયમાં જો તમારી પાસે પૈસાની વ્યવસ્થા થઈ રહી નથી તો તમે પર્સનલ લોન લઈને કામ ચલાવી શકો છો. તેથી તેને ઈમરજન્સી લોન પણ કહેવામાં આવે છે. પર્સનલ લોન કોલેટરલ ફ્રી લોન હોય છે, પરંતુ તે માટે બેંક તમારી પાસેથી વધુ વ્યાજ વસૂલ કરે છે. માની લો જો બેંકમાંથી લોન લીધા બાદ તે વ્યક્તિનું મોત થઈ જાય તો તે લોનની બાકી રકમ ભરવાની જવાબદારી કોની હશે? અહીં જાણી લો તે માટે શું છે બેંકનો નિયમ....
આ છે પર્સનલ લોન માટેના નિયમો
પર્સનલ લોન એક અસુરક્ષિત લોન છે. આ લોન વ્યક્તિને તેની આવકના પરિમાણો વગેરે જોયા પછી આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, વ્યક્તિગત લોન ચૂકવવાની જવાબદારી પણ ફક્ત લોન લેનાર વ્યક્તિની જ રહે છે. જો પર્સનલ લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો બેંક બાકી રકમ વસૂલવા માટે પરિવારના અન્ય કોઈ સભ્યને હેરાન કરી શકતી નથી. તેમજ ઉત્તરાધિકારી કે કાનૂની વારસદાર પાસેથી આ માંગી શકાતું નથી. વ્યક્તિગત લોનના કિસ્સામાં, ઉધાર લેનારના મૃત્યુ પછી, આ લોન માફ કરવામાં આવે છે, એટલે કે, વ્યક્તિના મૃત્યુ સાથે, તેનું દેવું પણ સમાપ્ત થાય છે.
હોમલોનને લઈને શું છે નિયમ
પર્સનલ લોનના કિસ્સામાં, લોન લેનારની લોન ચોક્કસપણે મૃત્યુ સાથે સમાપ્ત થાય છે, પરંતુ હોમ લોનના કિસ્સામાં, આવું બિલકુલ થતું નથી. હોમ લોન મેળવવા માટે, તમારે તમારા ઘરના કાગળો અથવા લોનની કિંમત જેટલી કોઈપણ મિલકત ગીરવે મૂકવી પડશે. આવા કિસ્સામાં, જ્યારે લોન લેનારનું મૃત્યુ થાય છે, ત્યારે સહ-અરજદારને બાકી લોનની રકમ ચૂકવવાનું કહેવામાં આવે છે, જે સામાન્ય રીતે પરિવારનો સભ્ય હોય છે અથવા તે વ્યક્તિનો વારસદાર હોય છે જે લોન ચૂકવવા માટે જવાબદાર હોય છે.
જો તે આમ કરવામાં અસમર્થતા વ્યક્ત કરે છે, તો તેને મિલકત વેચવાનો અને લોનની રકમ ચૂકવવાનો વિકલ્પ આપવામાં આવે છે. જો પરિવાર આમ ન કરે, તો બેંક તેની ગીરવે મૂકેલી મિલકતની હરાજી કરે છે અને બાકી રકમ વસૂલ કરે છે. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે, આજકાલ હોમ લોન વીમો આપવામાં આવે છે. આવા કિસ્સામાં, જો લોન લેનારનું મૃત્યુ થાય છે, તો બેંક વીમા કંપની પાસેથી લોનની રકમ વસૂલ કરે છે અને ઘર પરિવાર પાસે સુરક્ષિત રહે છે.
ક્રેડિટ કાર્ડના મામલામાં આ છે નિયમ
ક્રેડિટ લિમિટ પણ અરજીકર્તાની આવક, ક્રેડિટ સ્કોર (Credit Score), વર્તમાન લોન અને રીપેમેન્ટ હિસ્ટ્રી વગેરેના આધાર પર નક્કી કરવામાં આવે છે. તેવામાં ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચ કરવામાં આવેલી રકમ ચુકવવાની જવાબદારી પણ ક્રેડિટ કાર્ડ હોલ્ડરની હોય છે. પરંતુ જો રકમ ચુકવતા પહેલા ક્રેડિટ કાર્ડ ધારકનું મોત થાય તો બેંક લોનની રકમ એનપીએમાં નાખી દેવામાં આવે છે.
પરંતુ સિક્યોરિડ કાર્ડના મામલામાં આમ થતું નથી. સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ લેવા માટે કોલેટરલના રૂપમાં એફડીને જમા કરાવવી પડે છે. એફડી એકાઉન્ટ પ્રમાણે સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડની લિમિટ નક્કી થાય છે. જો સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ ધારકનું મોત થાય તો બેંકની પાસે ફિક્સ્ડ ડિપોઝિટ હોય તેમાંથી લોન વસૂલવાનો અધિકાર હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે