16 પૈસા/લીટર સસ્તુ થયું પેટ્રોલ, ડીઝલના ભાવમા પણ થયો ઘટાડો, જાણો આજના ભાવ

રવિવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 77.73 રૂપિયા પ્રતિલીટર થયા છે. તથા મુંબઇમાં પેટ્રોલની કિંમત 83.24 રૂપિયા પ્રતિલીટર થઇ છે. 

16 પૈસા/લીટર સસ્તુ થયું પેટ્રોલ, ડીઝલના ભાવમા પણ થયો ઘટાડો, જાણો આજના ભાવ

નવી દિલ્હી: દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં વધેલા પેટ્રોલ અને ડીઝના ભાવોમાં સતત ઘટાડો આવી રહ્યો છે. રવિવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં 16 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. ઘટાડા બાદ રાજધાનીમાં પેટ્રોલના ભાવ 77.73 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે . જ્યારે ડીઝલના ભાવમાં પણ 12 પૈસાનો લીટરનો ઘટાડો આવતા રવિવારે ડીઝલના ભાવ 72.46 રૂપિયા પ્રતિ લીટર થયા છે. 

મુંબઇમાં પણ પેટ્રોલના ભાવમાં 16 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો છે. ત્યારબાદ અહિં પેટ્રોલની કિંમતમાં 83.24 રૂપિયા પ્રતિ લીટર થયો છે. જ્યારે ડીઝલની કિંમતોમાં 13 પૈસા પ્રતિલીટરનો ઘટાડો આવતા અહિ ડિઝલના ભાવ 75.92 રૂપિયા પ્રતિલીટર થયા છે. 

શનિવારે ક્રુડના ભાવમાં ઘટાડો આવવાને કારણે સામાન્ય લોકોને રાહત મળી હતી. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ ક્રમશ: 77.89 રૂપિયા પ્રતિ લીટર તથા 72.58 રૂપિયા પ્રતિ લીટર થયું છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવોમાં 17 પૈસાનો તો ડીઝલના 16 પૈસાનો ઘટાડો આવ્યો છે. ત્યારે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇમાં શનિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 17-17 પૈસાનો ઘટાડો આવ્યો છે.ઘટાડાને કારણે શહેરમાં પેટ્રોલની કિંમત 83.40 રૂપિયા પ્રતિ લીટર તો ડીઝલની કિંમત  76.05 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે.

ઉલ્લેખનીય છે, કે કેન્દ્ર સરકાર દ્વારા શુલ્ક ઘટાડ્યા બાગ શનિવારે સતત 23માં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ભાવ ઘટાડાથી સામાન્ય જનતાને ફાયદો થઇ રહ્યો છે. મહત્વનું છે, કે દિલ્હી અને મુંબઇ બંન્ને જગ્યાઓ પર ડીઝલ 70 રૂપિયાથી ઉપર ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલના ભાવ પણ 70ની સપાટીની ઉપર રહ્યા છે.

પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ગત મહિને રેકોર્ડ તોડ વધારો જોવા મળ્યો હતો. આ દરમિયાન વિપક્ષે પણ પેટ્રોલ ડિઝલના ભાવને લઇને સરકાર પર પ્રહારો કરી ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કર્યા હતા. સરકાર પણ તેના જવાબમાં એક વાત પકડીને બેસી રહી કે પેટ્રોલ ડિઝલના ભાવોમાં થઇ રહેલો વધારા પાછળા વિશ્વ સ્તરે વધી રહેલા ક્રુડ ઓઇલના ભાવ છે. કેન્દ્ર સરકારે 4 ઓક્ટોબરે ડીઝલ અને પેટ્રોલની કિંમતોમાં 2.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. અને સાથે જ મોટાબાગના રાજ્યોમાં પણ રાજ્ય ટેક્સમાં ઘટાડો કર્યો હતો. જેથી તે સમયે લોકોને થોડી રાહત મળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news