)
Petrol-Diesel Prices: ભારતના કાચા તેલની સરેરાશ આયાત કિંમત ઓગસ્ટ 2021 પછી પ્રથમ વખત બેરલ દીઠ 70 ડોલર પ્રતિ બેરલ નીચે આવી ગઈ છે. આ સાથે બ્રેન્ટ ક્રૂડ (આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક) પણ સોમવારે 65 ડોલરની નીચે પહોંચી ગયો છે. આનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની આશા ઊભી થઈ છે, જે ગ્રાહકોને રાહત આપી શકે છે અને ભારતના અર્થતંત્રને પણ ફાયદો થશે કારણ કે દેશ પોતાની જરૂરિયાતના 87% આયાત કરે છે.
અહેવાલ મુજબ ભારતના કાચા તેલની સરેરાશ આયાત કિંમત શુક્રવારે 69.39 ડોલર પ્રતિ બેરલ રહી, જે ગત વર્ષ એપ્રિલ (98.44 ડોલર)ના મુકાબલે 22 ટકાનો ઘટાડો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે વૈશ્વિક વેપાર યુદ્ધ અને મંદીના ડરને કારણે ક્રૂડ ઓઈલની માંગ હજું ઘટાડો થઈ શકે છે, જે કિંમતોને વધુ નીચે ધકેલશે. ગોલ્ડમૅન સૅક્સે આગાહી કરી છે કે 2025 સુધીમાં બ્રેન્ટ ક્રૂડની સરેરાશ કિંમત 63 ડોલર પ્રતિ બેરલ થઈ શકે છે. ઓપેકે પણ તેલની વધતી માંગ માટેનું અનુમાન ઘટાડ્યું છે.
ક્રૂડ ઓઈલના ઘટતા ભાવનો ફાયદો સરકારે ઉઠાવ્યો
કાચા તેલના ઘટતા ભાવથી સરકારને પણ ફાયદો થયો. એપ્રિલમાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી પ્રતિ લિટર ₹2 વધારી દેવામાં આવી હતી, જેથી LPG સિલિન્ડર પર સબસિડી મળી શકે. આનાથી સરકારને લગભગ ₹32,000 કરોડનો વધારાનો લાભ મળ્યો. પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ કહ્યું હતું કે જ્યારે ઓઈલ કંપનીઓનો સ્ટોક 60-65 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચશે ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો અવકાશ રહેશે.
ક્યારે મળશે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત ?
માર્ચ 2024માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹2નો ઘટાડો કરવામાં આવ્યો હતો, તે સમયે ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ $84.49 હતી. તે હવે ઘટીને $69.39 રહી ગઈ છે, એટલે કે 17.87% ઘટીડો છે.
₹10-12 પ્રતિ લીટનો નફો કમાઈ રહી છે કંપનીઓ
નિષ્ણાતોના મતે ઓઈલ કંપનીઓ (OMCs) હાલમાં પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટર ₹10-12નો નફો કમાઈ રહી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય કિંમતો અનુસાર છૂટક ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો નથી.
બેઝ પ્રાઈસમાં ઘટાડો, પરંતુ ગ્રાહકોને નથી મળ્યો ફાયદો
8 એપ્રિલે IOCએ પેટ્રોલની મૂળ કિંમત ₹54.84 થી ઘટાડીને ₹52.84 કરી હતી, પરંતુ સરકારે એક્સાઈઝ ડ્યૂટી વધારીને ₹2નો ફાયદો ઉઠાવ્યો હતો. તેથી દિલ્હીમાં પેટ્રોલ ₹94.77 અને ડીઝલ ₹87.67 પ્રતિ લિટર પર રહ્યું.