નવી દિલ્હી :પેટ્રોલના ભાવ (Petrol price) શુક્રવારે ફરીથી વધી ગયા છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સાત સપ્તાહ બાદ ફરીથી પેટ્રોલ 80 રૂપિયાથી ઊંચા ભાવ પર વેચાવા લાગ્યું છે. દેશના ચાર મહાનગરો દિલ્હી, કોલકાત્તા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલના ભઆવ 15-16 પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધાયો છે. જ્યારે કે, ડીઝલના ભાવ (diesel price) માં કોઈ બદલાવ થયો નથી. તો બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ બે મહિનાના ઊંચા સ્તર પર રહ્યાં છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હી, કોલકાત્તા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ વધીને ક્રમશ 74.35 રૂપિયા, 77.04 રૂપિયા, 80.01 રૂપિયા તથા 77.29 રૂપિયા પ્રતિ લીટર થયો છે. ચારેય મહાનગરોમાં ડીઝલની કિંમત વગર કોઈ વધારો નોંધાતા ક્રમશ 65.84 રૂપિયા, 68.25 રૂપિયા, 69.06 રૂપિયા અને 69.59 રૂપિયા પ્રતિ લીટર રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BRTS અકસ્માતમાં હાથ આવ્યા મહત્વના CCTV, બંને ભાઈઓ સ્પીડમાં બાઈક ચલાવી રહ્યાં હતા...


પેટ્રોલ ઓઈલ વેચતી કપંનીઓએ શુક્રવારે દિલ્હી, કોલકાત્તા અને મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 15 પૈસા, જ્યારે કે ચેન્નાઈમાં 16 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. મુંબઈમાં આ પહેલા 3 ઓક્ટોબર, 2019ના રોજ પેટ્રોલના ભાવ 80.11 રૂપિયા પ્રતિ લીટર હતો.


આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલના ભાવમાં સતત બે દિવસ આવેલી તેજી બાદ હાલ નરમાઈ સાથે વેપાર ચાલી રહ્યો છે. જોકે, કિંમત બે મહિનાના ઉંચા સ્તર પર છે. બેન્ચમાર્ક કાચા તેલ બ્રેન્ટ ક્રૂડના ભાવ 63 ડોલર પ્રતિ બેરલની ઉપર રહ્યું છે.


Paytmએ ગ્રાહકોને આપી ખાસ વોર્નિંગ, સંભાળીને રહેજો નહિ તો...


તો અમેરિકન લાઈટ ક્રૂડ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટના જાન્યુઆરી કોન્ટ્રાક્ટમાં ગત સત્રથી 0.67 ટકાના નરમાઈ સાથે 58.19 ડોલર પ્રતિ બેરલ પર વેપાર ચાલી રહ્યો હતો. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube