PM Cares Fundમા પાંચ દિવસમાં મળ્યા 3,076 કરોડ, બાકી હિસાબ માર્ચ બાદ


 કોરોના સંકટનો સામનો કરવા માટે આ ફંડની સ્થાપના 27 માર્ચ 2.25 લાખ રૂપિયાના શરૂઆતી ફંડ સાથે કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર આ ફંડમાં દેશના લોકોએ પોતાની સ્વેચ્છાથી 31 માર્ચ 2020 સુધી એટલે કે પ્રથમ પાંચ દિવસમાં 3,075.8 રૂપિયા આપ્યા હતા. 
 

PM Cares Fundમા પાંચ દિવસમાં મળ્યા 3,076 કરોડ, બાકી હિસાબ માર્ચ બાદ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ પીએમ કેર ફંડ વિશે જાણકારી જાહેર કરી છે. તેના પ્રમાણે ફંડની રચના બાદ પ્રથમ પાંચ દિવસની અંદર તેમાં 3,076 કરોડ રૂપિયા જમા થયા હતા. 

પીએમ કેર ફંડ દ્વારા ચુકવણી અને તેમાં જમા નાણાકીય વર્ષ 2019-20ના પ્રથમ ઓડિટ રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. કોરોના સંકટનો સામનો કરવા માટે આ ફંડની સ્થાપના 27 માર્ચ 2.25 લાખ રૂપિયાના શરૂઆતી ફંડ સાથે કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર આ ફંડમાં દેશના લોકોએ પોતાની સ્વેચ્છાથી 31 માર્ચ 2020 સુધી એટલે કે પ્રથમ પાંચ દિવસમાં 3,075.8 રૂપિયા આપ્યા હતા. 

પરંતુ આ રિપોર્ટ 27 માર્ચથી 31 માર્ચના પાંચ દિવસનો છે અને ત્યારબાદનો રિપોર્ટ આ નાણાકીય વર્ષ પૂરુ થયા બાદ એટલે કે એપ્રિલ 2021 કે ત્યારબાદ આવી શકે છે. પરંતુ તેમાં તે જાણકારી આપવામાં આવી નથી કે કઈ વ્યક્તિએ કેટલી રકમ આપી છે. 

આટલું મળ્યું વિદેશી ફંડ
રિપોર્ટ અનુસાર કેર ફંડમાં 31 માર્ચ સુધી 39.6 લાખ રૂપિયાનું વિદેશી દાન મળ્યું છે. એટલું જ નહીં પ્રથમ પાંચ દિવસના ઘરેલૂ દાનથી 35.3 લાખ રૂપિયા અને વિદેશી દાનથી 575 રૂપિયાનું વ્યાજ મળ્યું હતું. આ રીતે વિદેશી દાન પર સર્વિસ ટેક્સ કાપ્યા બાદ પીએમ કેર ફંડ કુલ  3,076.6 કરોડ રૂપિયાનું થઈ ગયું હતું. 

આ ફર્મે કર્યું ઓડિટિંગ
પીએમ કેર ફંડની ઓડિટિંગ SARC એન્ડ એસોસિએટ ચાર્ટર્ડ એકાઉન્ટ્સે કરી છે અને તેના પર પીએમના ચાર અધિકારીઓએ સહી કરી છે. સહી કરનાર અધિકારીઓમાં સચિવ શ્રીકર કે પરદેશ, ઉપ સચિવ હાર્દિક શાહ, ઉચ્ચ સચિવ પ્રદીપ કુમાર શ્રીવાસ્તવ, સેક્શન ઓફિસર પ્રવેશ કુમાર સામેલ છે. 

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટી સહિત વિપક્ષી દળો પીએમ કેર ફંડની પારદર્શિતાને લઈને તેની ટીકા કરતા હતા. તેમનું કહેવું હતું કે, જ્યારે આપદા માટે પ્રધાનમંત્રી રાહત કોષ બનેલું છે તો પછી એક નવું ફંડ બનાવવાની શું જરૂર હતી. 

Untitled-1

પી. ચિદમ્બરમે સરકારને કર્યા સવાલ
સરકાર તરફથી આજે જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે પીએમ કેર ફંડમાં પાંચ દિવસમાં 3076 કરોડ રૂપિયા મળ્યા છે. પરંતુ તેમાં ડોનરનું નામ સામેલ નથી. તેને લઈને વિપક્ષ હુમલો કરી રહ્યો છે. પી ચિદમ્બરમે કેન્દ્રને પૂછ્યું કે આ રિપોર્ટમાં નામ કેમ સામેલ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news