)
PM kisan 20th Installment: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) યોજનાના 20મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે. પહેલા જૂન 2025મા આ હપ્તો આવવાના સમાચાર હતા. પરંતુ હવે સામે આવેલા રિપોર્ટ્સ અનુસાર 2 ઓગસ્ટે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા આવી શકે છે. પરંતુ આ વિશે હજુ સત્તાવાર જાણકારી સામે આવી નથી.
શું છે વિગત
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પીએમ કિસાનનો આગામી હપ્તો 2 ઓગસ્ટે જાહેર થઈ શકે છે. હકીકતમાં આ દિવસે પીએમ નરેન્દ્ર મોદીનો વારાણસીમાં એક મોટો કાર્યક્રમ યોજાવાનો છે. તેમાં ઉત્તર પ્રદેશ માટે 1 કરોડની ભેટ આપવામાં આવશે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે આ દિવસે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો જાહેર થઈ શકે છે. તો જે ખેડૂતોએ હજુ સુધી રજીસ્ટ્રેશન કરાવ્યું નથી, તેની પાસે હજુ નોંધણી કરાવવા અને ભવિષ્યનો હપ્તો મેળવવા માટે પાત્ર થવાની તક છે. સરકાર પીએમ કિસાન હેઠળ સતત રજીસ્ટ્રેશનને મંજૂરી આપે છે, બસ તે વ્યક્તિ આ યોજના માટે યોગ્ય હોવો જોઈએ.
પીએમ કિસાન માટે કોણ કરી શકે છે અરજી?
પીએમ કિસાનના 20મા હપ્તા માટે પાત્ર થવા આ જરૂરી છે
ભારતનો નાગરિક હોવો જોઈએ
ખેતી યોગ્ય જમીનનો માલિક હોવો જોઈએ
લઘુ કે સીમાંત ખેડૂત હોવો જોઈએ
દર મહિને 10,000 રૂપિયા કે તેનાથી વધુ પેન્શન ન મળવું જોઈએ
આવકવેરો ભરનાર ન હોવા જોઈએ
સંસ્થાગત જમીનધારક ન હોવો જોઈએ.
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના શું છે?
પીએમ કિસાન સમ્મન નિધિ યોજના એક એવી યોજના છે જે પાત્ર સીમાંત અને નાના ખેડૂતોને પરિવાર દીઠ વાર્ષિક રૂપિયા 6,000 સુધીની ન્યૂનતમ સહાય પ્રદાન કરે છે. પ્રત્યેક 4 મહિને રૂપિયા 2,000ના ત્રણ હપ્તામાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં વાર્ષિક રૂપિયા 6,000ની નાણાંકીય સહાય સીધી વિતરિત કરવામાં આવે છે.