આ ખેડૂતોના ખાતામાં 2000ના બદલે આવશે 4,000 રૂપિયા ! જાણો ક્યારે આવશે PM કિસાનનો 21મો હપ્તો ?

PM Kisan 21st Installment : દેશભરના ખેડૂતો પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઘણા લોકોને દિવાળી કે બિહારની ચૂંટણી પહેલા આ હપ્તો મળવાની આશા હતી, પરંતુ હજુ સુધી તે આપવામાં આવ્યો નથી. 

આ ખેડૂતોના ખાતામાં 2000ના બદલે આવશે 4,000 રૂપિયા ! જાણો ક્યારે આવશે PM કિસાનનો 21મો હપ્તો ?

PM Kisan 21st Installment : કરોડો ખેડૂતો કેન્દ્ર સરકારની પીએમ-કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2,000ના 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. સરકારે આ વર્ષે ફેબ્રુઆરી અને ઓગસ્ટમાં બે હપ્તા આપી દીધા છે. ખેડૂતો તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલાં નવા હપ્તાની આશા રાખી રહ્યા હતા. આ પછી કેટલાક અહેવાલોમાં બિહાર ચૂંટણી પહેલા આગામી હપ્તાની જાહેરાત થવાની શક્યતા હતી. 

પરંતુ હવે, તહેવારોની સિઝન પૂરી થઈ ગઈ છે અને બિહારની ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે, છતાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો નથી.

Add Zee News as a Preferred Source

કેન્દ્ર સરકાર પીએમ-કિસાન યોજના હેઠળ દર વર્ષે 2,000ના ત્રણ હપ્તા આપે છે. કુલ મળીને દરેક ખેડૂતને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા વાર્ષિક 6,000 સીધા તેમના બેંક ખાતામાં મળે છે.

આ વર્ષે, 20મો હપ્તો 2 ઓગસ્ટ, 2025ના રોજ જમા કરવામાં આવ્યો હતો અને તે પહેલાં 19મો હપ્તો ફેબ્રુઆરી 2025માં બહાર પાડવામાં આવ્યો હતો. આ પેટર્નને જોતાં ઘણા લોકોએ આગામી હપ્તો 21મો હપ્તો.

આ ખેડૂતોને 4000 રૂપિયા મળશે

આ વર્ષે ઓગસ્ટમાં અંદાજે 10 કરોડ ખેડૂતો પીએમ-કિસાન યોજનાના લાભાર્થી હતા. જો કે, સરકારે કેવાયસીમાં વિસંગતતાઓ અથવા પાત્રતા માપદંડોના ઉલ્લંઘનને કારણે લાખો ખેડૂતોના હપ્તા રોકી દીધા હતા. જે ખેડૂતોને અધુરી કેવાયસી જેવા ટેકનિકલ કારણોસર 20મો હપ્તો મળ્યો નથી, તેમને બાકીના 2000 રૂપિયા આગામી હપ્તા સાથે આપવામાં આવશે. આનો અર્થ એ થયો કે ઘણા ખેડૂતો એવા હશે જેમને પીએમ-કિસાન લાભ તરીકે તેમના બેંક ખાતામાં 4000 રૂપિયા (20મો અને 21મો હપ્તો બંને) મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છે. સ્પોર્ટ્સ, નોલેજ, બિઝનેસ, નેશનલ અને ઈન્ટરનેશનલ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે. આ ઉપરાંત કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે પણ કામ કરેલું છે. હાલમાં Zee 24 કલાકમાં

...और पढ़ें

Trending news