ટેક્સ સિસ્ટમમાં સુધાર, કરદાતાઓને મળ્યા આ 3 મોટા અધિકાર, જાણો તેના વિશે

 જો તમે પ્રમાણિક કરદાતા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે પારદર્શક કરવેરા-પ્રમાણિકનું સન્માન  'Transparent Taxation Honoring the Honest' મંચની શરૂઆત કરી. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આ પ્લેટફોર્મ 21મી સદીના ટેક્સ સિસ્ટમની શરૂઆત છે. જેમાં ફેસલેસ અસેસમેન્ટ અપીલ અને ટેક્સપેયર્સ ચાર્ટર જેવા મોટા રિફોર્મ છે. 

ટેક્સ સિસ્ટમમાં સુધાર, કરદાતાઓને મળ્યા આ 3 મોટા અધિકાર, જાણો તેના વિશે

નવી દિલ્હી:  જો તમે પ્રમાણિક કરદાતા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે પારદર્શક કરવેરા-પ્રમાણિકનું સન્માન  'Transparent Taxation Honoring the Honest' મંચની શરૂઆત કરી. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આ પ્લેટફોર્મ 21મી સદીની ટેક્સ સિસ્ટમની શરૂઆત છે. જેમાં ફેસલેસ અસેસમેન્ટ અપીલ અને ટેક્સપેયર્સ ચાર્ટર જેવા મોટા રિફોર્મ છે. અત્રે જણાવવાનું કે આ નવા ટેક્સ પ્લેટફોર્મ હેઠળ કરદાતાને ફેસલેસ અસેસમેન્ટ, ટેક્સ પેયર્સ ચાર્ટર, ફેસલેસ અપીલની સુવિધા મળશે. આ સાથે જ હવે ટેક્સ ચૂકવવામાં સરળતા રહેશે. ટેક્નોલોજીની મદદથી લોકો પર ભરોસો વ્યક્ત કરી શકાશે.  તેમણે કહ્યું કે તેમાં કેટલીક સુવિધાઓ અત્યારથી લાગુ કરવામાં આવી છે જ્યારે ફેસલેસ અપીલની 25 સપ્ટેમ્બરથી શરૂ થશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા કેટલાક સમયમાં અમે આ મુદ્દાઓ પર ફોકસ કર્યું છે, આ નવી યાત્રાની શરૂઆત છે. હવે પ્રમાણિકનું સન્માન થશે. એક ઈમાનદાર ટેક્સપેયર રાષ્ટ્રનિર્માણમાં ભૂમિકા ભજવે છે. આજથી શરૂ થઈ રહેલી નવી વ્યવસ્થાઓ, નવી સુવિધાઓ મિનિમમ ગવર્મન્ટ મેક્સિમમ ગવર્નન્સને આગળ વધારે છે. તેમણે કહ્યું કે તેનાથી સરકારનો હસ્તક્ષેપ ઓછો થશે. 

સોચ અને અપ્રોચ બંનેમાં ફેરફાર થયો
પીએમ મોદીએ કહ્યું કે દેશમાં ચાલી રહેલા Structural Reformsનો સિલસિલો આજે એક નવા પડાવ પર પહોંચ્યો છે. તેમણે કહ્યું કે ટ્રાન્સપરન્ટ ટેક્સેશન, ઓનરિંગ ધ ઓનેસ્ટ, 21મી સદીના ટેક્સ સિસ્ટમની નવી વ્યવસ્થાનું આજે લોકાર્પણ કરાયું છે. આ પ્લેટફોર્મમાં ફેસલેસ અસેસમેન્ટ, ફેસલેસ અપીલ અને ટેક્સપેયલ ચાર્ટર જેવા મોટા રિફોર્મ્સ છે. ટેક્સપેયર્સ ચાર્ટર પણ દેશની વિકાસ યાત્રામાં ખુબ મોટું પગલું છે. તેમણે કહ્યુ કે પહેલા મજબૂરીમાં લેવાયેલા નિર્ણયોને રિફોર્મનું નામ અપાતું હતું. હવે સોચ અને અપ્રોચ બંનેમાં ફેરફાર આવ્યો છે. 

ફેસલેસ, ફિયરલેસનેસ , ફેરનેસવાળી સિસ્ટમ
પીએમ મોદીએ કહ્યું કે હવે ટેક્સેશન સિસ્ટમ ફેસલેસ થઈ રહી છે. આ સિસ્ટમ ટેક્સપેયરને નિષ્પક્ષતા અને એક ભરોસો આપનારી છે. ફેસલેસ અસેસમેન્ટ, ટેક્સપેયર ચાર્ટર આજથી લાગુ થઈ ગયા છે. જ્યારે ફેસલેસ અપીલની સુવિધા 25 સપ્ટેમ્બર એટલે કે દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસથી સમગ્ર દેશભરના નાગરિકો માટે શરૂ થશે. તેમણે કહ્યું કે હવે ટેક્સ સિસ્ટમ ભલે ફેસલેસ થઈ રહી છે. પરંતુ ટેક્સપેયરને તે ફેરનેસ અને ફિયરલેસનેસનો વિશ્વાસ આપનાર છે. 

દુનિયામાં ભારતની છબી બદલાઈ રહી છે
પીએમ મોદીએ કહ્યું કે દેશનો ઈમાનદાર ટેક્સપેયર રાષ્ટ્રનિર્માણમાં મોટી ભૂમિકા નિભાવે છે. જ્યારે દેશના ઈમાનદાર ટેક્સપેયર્સનું જીવન સરળ બને છે, તે આગળ વધે છે ત્યારે દેશનો પણ વિકાસ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ દોઢ હજાર કાયદા અમારી સરકારે  ખતમ કર્યા છે. એટલું જ નહીં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ રેન્કિંગમાં પણ ભારત 134માં સ્થાનથી 63માં સ્થાન પર આવી ગયું છે. કોરોના દરમિયાન રેકોર્ડ FDI આવવું તેનું ઉદાહરણ છે. 

હવે ટેક્સપેયર્સને મળશે સન્માન
પીએમ મોદીએ કહ્યુ કે હવે ટેક્સપેયરસાથે યોગ્ય, વિનમ્ર અને તર્કસંગત વ્યવહાર થશે. એટલે કે આવકવેરા વિભાગે હવે ટેક્સપેયરની ડિગ્નિટીનો, સંવેદનશીલતા સાથે ધ્યાન રાખવું પડશે. હવે ટેક્સપેયરની વાત પર વિશ્વાસ કરવો પડશે. ડિપાર્ટમેન્ટ તેને કોઈ પણ આધાર વગર શકની નજરે જોઈ શકશે નહીં. તેમણે કહ્યું કે ટેક્સપેયર્સે ટેક્સ એટલા માટે આપવાનો છે કારણ કે તેનાથી દેશ ચાલે છે અને સરકારની પણ જવાબદારી છે કે તે ટેક્સપેયરની પાઈ પાઈનો સદઉપયોગ  કરે. જ્યારે કરદાતાને સુરક્ષા અને સુવિધા બંને મળી રહી છે તો ટેક્સપેયર્સે પણ વધુ જાગૃત રહેવું જોઈએ. 

વધુ વિગતો માટે જુઓ VIDEO

ટેક્સ વિવાદ થયા ઓછા
પીએમ મોદીએ કહ્યું કે વર્ષ 2012-13માં જેટલા ટેક્સ રિટર્ન ભરાતા હતાં તેમાંથી 0.94 ટકાની સ્ક્રૂટની થતી હતી. જ્યારે વર્ષ 2018-19માં આ આંકડો ઘટીને 0.26 ટકા થયો છે. એટલે કે કેસની સ્ક્રૂટની લગભગ 4 ગણી ઓછી થઈ છે. ઓછો થવાનો અર્થ દેખાડે છે કે બદલાવ કેટલો મોટો છે. તેમણે જણાવ્યું કે આ તમામ પ્રયત્નો વચ્ચે છેલ્લા6-7 વર્,થી આવકવેરા ટેક્સ રિટર્ન ભરનારા લોકોની સંખ્યામાં લગભગ દોઢ કરોડનો વધારો થયો છે. પરંતુ એ પણ સાચુ છે કે 130 કરોડના દેશમાં આ આંકડો હજુ પણ ઓછો છે. આટલા મોટા દેશમાં ફક્ત આટલા લોકો જ ટેક્સ જમા કરાવે છે જે ટેક્સ આપવામા સક્ષમ છે, પરંતુ હજુ પણ ટેક્સ નેટમાં નથી, તેઓ પોતાની મરજીથી આગળ આવે, આ મારો  આગ્રહ છે અને આશા પણ. આવો, વિશ્વાસના, અધિકારોના, જવાબદારીના, પ્લેટફોર્મની ભાવનાનું સન્માન કરતા નવા ભારત, આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ  કરીએ. 

જુઓ LIVE TV

ટેક્સ ગવર્નન્સમાં પણ આવશે ફેરફાર
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે છેલ્લા 6 વર્ષમાં ભારતે ટેક્સ એડમિનિસ્ટ્રેશનમાં ગવર્નન્સનું એક નવું મોડલ વિકસતું જોયું છે. અત્યાર સુધી એવું થતું હતું કે જે શહેરમાં આપણે રહેતા હતાં તે શહેરના ટેક્સ ડિપાર્ટમેન્ટ આપણા ટેક્સ સંબંધિત તમામ વાતોને હેન્ડલ કરતા હતાં. સ્ક્રૂટની હોય, નોટિસ હોય, સર્વે હોય કે પછી જપ્તી હોય. તેમાં તે શહેરના ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની, આવકવેરા અધિકારીની મુખ્ય ભૂમિકા રહેતી હતી. ટેક્સપેયર્સ ચાર્ટર પણ દેશની વિકાસ યાત્રામાં મોટું પગલું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news