1 વર્ષ પહેલાં છપાઇ ગયું હતું 'PNB મહાકૌંભાંડ' પર પુસ્તક, ખૂલ્યું હતું નીરવ અને મેહુલ ચોક્સીનું નામ!

વિજય માલ્યા જેવા મોટા ઉદ્યોગપતિએ મોટા કૌંભાડનો ભાગ બનીને દેશને મચમચાવી મુક્યો છે અને દેશને મોટું નુક્સાન વેઠવું પડ્યું. કૌભાંડબાજોમાં વધુ એક મોટા બિઝનેસમેન નીરવ મોદીનું નામ જોડાઇ ગયું છે. નીરવ મોદી એ જ નામ છે જેને દેશની બીજી સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંકને 11400 કરોડનો ચૂનો ચોપડ્યો. મહાકૌંભાડમાં નામ આવ્યા બાદ નીરવ મોદી ફરાર છે. સમાચારોનું માનીએ તો નીરવ મોદી અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સંતાયો છે. દેશની સરકાર તેને પરત લાવવામાં લાગી છે. તેનો પાસપોર્ટ પણ સસ્પેંદ કરી દેવામાં આવ્યો છે.

Updated By: Feb 18, 2018, 01:46 PM IST
1 વર્ષ પહેલાં છપાઇ ગયું હતું 'PNB મહાકૌંભાંડ' પર પુસ્તક, ખૂલ્યું હતું નીરવ અને મેહુલ ચોક્સીનું નામ!

નવી દિલ્હી: વિજય માલ્યા જેવા મોટા ઉદ્યોગપતિએ મોટા કૌંભાડનો ભાગ બનીને દેશને મચમચાવી મુક્યો છે અને દેશને મોટું નુક્સાન વેઠવું પડ્યું. કૌભાંડબાજોમાં વધુ એક મોટા બિઝનેસમેન નીરવ મોદીનું નામ જોડાઇ ગયું છે. નીરવ મોદી એ જ નામ છે જેને દેશની બીજી સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંકને 11400 કરોડનો ચૂનો ચોપડ્યો. મહાકૌંભાડમાં નામ આવ્યા બાદ નીરવ મોદી ફરાર છે. સમાચારોનું માનીએ તો નીરવ મોદી અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સંતાયો છે. દેશની સરકાર તેને પરત લાવવામાં લાગી છે. તેનો પાસપોર્ટ પણ સસ્પેંદ કરી દેવામાં આવ્યો છે.

એક વર્ષ પહેલાં જ લખવામાં આવી હતી 'મહાકૌંભાડ'ની કહાણી
પરંતુ, સૌથી ચોંકાવનારી વાત સામે આવી છે, તેના પર કદાચ જ કોઇ વિશ્વાસ કરી શકે. જો તમને કહેવામાં આવે કે પંજાબ નેશનલ બેંકના મહાકૌંભાડની કહાણી એક વર્ષ પહેલાં જ લખવામાં આવી છે. એક પુસ્તકમાં કૌભાંડનો ખુલાસો કરવામાં આવ્યો છે અને નીરવ મોદીના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે તો શું તમે સાચું માનશો? મુશ્કેલ છે પરંતુ, આ હકિકત છે. પીએનબી મહાકૌભાંડ એક ઉપન્યાસ સાથે મેચ થાય છે. એક વર્ષ પહેલાં લેખક રવિ સુબ્રમણ્યનના ઉપન્યાસ 'ઇન ધ નેમ ઓફ ગૉડ'એ આ સાબિત કર્યું છે કે કાલ્પનિકતા હકિકતથી બિલકુલ અલગ નથી.

પુસ્તકનું મુખ્ય પાત્ર નીરવ ચોક્સી
પુસ્તકમાં જે બેંક કૌભાંડની કહાણી વ્યક્ત કરવામાં આવી છે, તેના મુખ્ય પાત્રનું નામ નીરવ ચોક્સી છે. હવે તેને સંયોગ કહો અથવા કંઇ બીજું, હકિકતમાં થયેલા પીએનબી કૌભાંદના બે માસ્ટરમાઇન્ડ નીરવ મોદી અને મેહુલ ચોક્સી જ છે.

કહાણીનું મુખ્ય પાત્ર પણ જ્વેલર
રવિ સુબ્રમણ્યની પુસ્તકમાં જે પાત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે એક જ્વેલર છે અને તે પણ પોતાના બિઝનેસને વધારવા માટે બેંકનો ઉપયોગ કરે છે. હકિકતમાં જે પ્રકારે નીરવ મોદીએ બેંક સાથે ગરબડી કરીને આટલું મોટું કૌંભાડ કર્યું એવું જ કહાણીમાં દર્શાવવામાં આવ્યું છે.

શું છે પુસ્તકની કહાણી
રવિ સુબ્રમણ્યને આ પુસ્તક બેંકની ગરબડી પર લખ્યું છે. પુસ્તકમાં મુખ્ય પાત્રનું નામ નીરવ ચોક્સી આપવામાં આવ્યું છે. કહાણીમાં નીરવ ચોક્સી એક હીરાનો વેપારી છે. જે પોતાનો બિઝનેસ વધારવા માટે બ એંક સાથે ગરબડી કરે છે. ખોટી રીતે બેંક પાસે પૈસા લે છે અને આખરે પૈસા લઇને ફરાર થઇ જાય છે. કહાણીમાં પાત્રની પહોંચ બોલીવુડ અને હોલીવુડ સુધી હોય છે. તમને જણાવી દઇએ કે હકીકતમાં પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદી હીરાનો વેપારી છે અને તેણે પણ બેંકમાં ગરબડી દ્વારા કૌભાંડને અંજામ આપ્યું. સાથે જ નીરવ મોદીની પહોંચ પણ બોલીવુડ થી હોલીવુડ સુધી છે. ઘણા સેલિબ્રિટી તેમના બ્રાંડને પ્રમોટ કરે છે.

લેખકનું શું કહેવું છે
પુસ્તકના લેખક રવિ સુબ્રમણ્યને પીએનબી કૌભાંડ બાદ તેને ફક્ત એક સંયોગ ગણાવ્યો છે. મહાકૌભાંડના સમાચાર આવ્યા બાદ રવિ સુબ્રમણ્યને ટ્વિટ કર્યું, જેમાં તેમણે પીએનબી મહાકૌભાંડ અને પોતાના પુસ્તકને ફક્ત એક સંયોગ ગણાવ્યો. તેમણે કહ્યું કે તેને અજીબ સંયોગ કહી શકાય બીજું કશું નહી.

કોણ છે લેખક રવિ સુબ્રમણ્યન
રવિ સુબ્રમણ્યન એક પ્રસિદ્ધ ભારતીય લેખક છે. તે પોતે પણ એક બેંકર છે અને સતત બેંકીગ સિસ્ટમ પર પુસ્તક લખતા રહે છે. પીએનબી કૌભાંડ સાથે હળતી-મળતી બુક હવે બેસ્ટ સેલર પુસ્તક બની ગઇ છે. આ પહેલાં પણ તેમણે ઘણા પ્રસિદ્ધ થ્રીલર્સ લખ્યા છે, જેમાં તેમના એવોર્ડ વિનિંગ 'ઇંક્રિડિબલ બેંકર' અને 'બેંક્સટ્ર એન્ડ બેંકરપ્સ' જેવા પુસ્તકોનો સમાવેશ થાય છે.