)
નવી દિલ્હીઃ ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદવા સમયે નોમિનીનું નામ આપવું જરૂરી હોય છે. જો કોઈ પોલિસીહોલ્ડર (Policyholder) નું મોત થઈ જાય તો નોમિની (Nominee) ને ઈન્શ્યોરન્સના પૈસા મળી જાય છે. કેટલાક મામલામાં એવું પણ થાય છે જેમાં પોલિસીહોલ્ડર અને નોમિનીનું મોત થઈ જાય છે. તેવામાં સવાલ ઉઠે છે કે આવી સ્થિતિમાં ઈન્શ્યોરન્સના પૈસા કોને મળશે?
પોલિસી હોલ્ડરના મોત બાદ નોમિની જીવિત છે
- ક્લેમની રકમ નોમિનીને આપવામાં આવશે.
પોલિસી હોલ્ડર અને નોમિની બંનેના મોત થઈ જાય તો
- આ સ્થિતિમાં ક્લેમની રકમ પોલિસીહોલ્ડરના કાયદાકીય વારસદારો (Legal Heirs) ને મળશે. જો વસીયત (Will) બનેલી છે તો પૈસા તેમાં જણાવવામાં આવેલા લાભાર્થીને મળશે. જો વસીયત નથી તો ભારતીય ઉત્તાધિકાર કાયદા પ્રમાણે પત્ની, બાળકો, માતા-પિતા વગેરે વારસદારોને મળશે.
જો નોમિનીનું મોત પોલિસીહોલ્ડરની પહેલા થઈ જાય છે
- ત્યારે પણ પોલિસીની રકમ સીધા કાયદાકીય ઉત્તરાધિકારીઓને આપવામાં આવશે.
કેસ સ્ટડી 1
માની લો કે મહેશે એક લાઇફ ઈન્શ્યોરન્સ પોલિસી લીધી છે. નોમિનીના રૂપમાં તેણે પોતાની પત્ની રાધાનું નામ આપ્યું. દુર્ભાગ્યથી મહેશનું મોત થઈ જાય છે. ત્યારબાદ ક્લેમ પ્રોસેસ થતાં પહેલા પત્ની રાધાનું પણ નિધન થઈ જાય છે. આ સ્થિતિમાં રકમ સીધી મહેશના કાયદાકીય વારસદારો (જેમ કે તેના બાળકો, માતા-પિતા વગેરે) ને મળશે. જો વસીયત બનેલી છે, તો તેમાં લખેલા વારસદારને પૈસા મળશે.
કેસ સ્ટડી 2
માની લો કોઈ રીમાએ પોલિસી લીધી અને પુત્ર કાર્તિકને નોમિની બનાવ્યો. રીમાનું મોત થઈ ગયું. કાર્તિકે ક્લેમ કરતા પહેલા દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો. આ સ્થિતિમાં કારણ કે નોમિની (કાર્તિક) જીવિત નથી, પૈસા રીમાના કાયદાકીય વારસદારોને મળશે. જો રીમાની વસીયત છે, અને તેમાં લાભાર્થીનો ઉલ્લેખ છે તો તેને તે રકમ મળશે. જો વસીયત નથી તો પતિ, બીજા બાળકો કે માતા-પિતાને તે રકમ મળશે.
કેસ સ્ટડી 3
માની લો મનોજે એક પોલિસી લીધી છે અને પોતાના ભાઈ રમેશને નોમિની બનાવ્યો. મનોજનું નિધન થઈ ગયું. કંપનીએ ક્લેમની રકમ રમેશ (નોમિની)ને આપી દીધી. ત્યારબાજ રમેશનું મોત થઈ જાય છે, તો તે રકમ રમેશની સંપત્તિ માનવામાં આવશે અને તેના વારસદારોને મળશે.