)
Post Office Scheme: શું તમે સુરક્ષિત અને નિયમિત માસિક આવકનો વિકલ્પ શોધી રહ્યાં છો? પોસ્ટ ઓફિસ મંથલી ઇનકમ સ્કીમ (MIS) તમારી આ જરૂરિયાતનું સરળ અને વિશ્વાસપાત્ર સમાધાન છે. આ સરકાર સમર્થિત યોજના 7.4 ટકા વાર્ષિક વ્યાજદર પર નિશ્ચિત માસિક આવક આપે છે, જે દર મહિને તમારા ખાતામાં જમા થાય છે. જે લોકો જોખમ ઉઠાવવા માંગતા નથી તે ઈન્વેસ્ટરો માટે આ યોજના એક સ્થિર અને વિશ્વાસપાત્ર વિકલ્પ સાબિત થાય છે.
હવે તમે જાણશો કે કોણ MIS ખાતું ખોલી શકે છે, રોકાણની લિમિટ શું છે અને દર મહિને 7500 રૂપિયા કમાવા માટે કેટલું રોકાણ કરવું પડશે.
કોણ ખોલી શકે છે MIS એકાઉન્ટ?
કોઈપણ વયસ્ક વ્યક્તિ (સિંગલ એકાઉન્ટ)
2-3 વયસ્કો વચ્ચે સંયુક્ત ખાતું (Joint Account)
સગીર કે માનસિક રૂપથી અસ્વસ્થ વ્યક્તિ માટે વાલીની મદદથી ખાતું ખોલાવી શકે છે.
10 વર્ષથી મોટી ઉંમરના સગીર પોતાના નામ પર ખાતું ખોલાવી શકે છે.
રોકાણના નિયમ અને મર્યાદા
આ ખાતું ઓછામાં ઓછા રૂ. 1000 થી ખોલી શકાય છે અને ત્યારબાદ રૂ. 1000 ના ગુણાંકમાં રોકાણ કરવાનું રહેશે.
એક વ્યક્તિ વધુમાં વધુ રૂ. 9 લાખનું રોકાણ કરી શકે છે.
સંયુક્ત ખાતામાં કુલ રોકાણ મહત્તમ રૂ. 15 લાખ સુધીનું હોઈ શકે છે, જેમાં બધા રોકાણકારોનો હિસ્સો સમાન હશે.
સગીર માટે વાલી ખાતાની મર્યાદા અલગ અલગ છે.
વ્યાજ અને ચુકવણી
વ્યાજ દર મહિને ખાતામાં જમા કરવામાં આવશે.
જો વ્યાજ ન લેવામાં આવે તો તેના પર કોઈ એક્સ્ટ્રા વ્યાજ મળશે નહીં.
MIS ખાતાવાળા લાભાર્થી પોતાનું વ્યાજ ઓટો ક્રેડિટ કે ECS ના માધ્યમથી કોઈપણ CBS પોસ્ટ ઓફિસ બચત ખાતામાં પ્રાપ્ત કરી શકે છે.
વ્યાજ પર આવકવેરો લાગૂ થાય છે.
દર મહિને 7500 રૂપિયા માટે રોકાણ
જો તમે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (MIS) માં 7.4% ના વ્યાજદર પર દર મહિને 7500 રૂપિયાની આવક મેળવવા ઈચ્છો છો તો તે માટે લગભગ 12.16 લાખનું રોકાણ કરવું પડશે. તો 13 લાખ રૂપિયાનું રોકાણ કરવા પર દર મહિને લગભગ 8018 રૂપિયા મળશે.
આ યોજના તે લોકો માટે આદર્શ છે જે સુરક્ષિત રોકાણની સાથે નિયમિત મંથલી આવકની યોજના બનાવવા ઈચ્છે છે. તેના માધ્યમથી રોકાણકારોને ચોક્કસ રિટર્ન મળે છે અને જોખમ ઓછું રહે છે.