નવી દિલ્હીઃ આજના સમયમાં SIP રોકાણનું સારૂ સાધન માનવામાં આવે છે, તેમ છતાં એક મોટો વર્ગ એવો છે જે માર્કેટ પર વિશ્વાસ કરતો નથી. તે ઓથા ઓછા લાભ લેશે, પરંતુ તેના પૈસા તે સ્કીમ્સમાં લગાવવાનું પસંદ કરે છે, જ્યાં તેને ગેરેન્ટેડ રિટર્ન મળે અને રોકાણ સુરક્ષિત રહે. જો તમે પણ આવા ઈન્વેસ્ટરોમાંથી છો તો પોસ્ટ ઓફિસની આરડી (Post Office Recurring Deposit- RD)માં રોકાણ કરી શકો છો. તેમાં તમારે એક સાથે પૈસા જમા કરવાની જરૂર નથી. તમે દર મહિને એક ચોક્કસ રકમ જમા કરી સારૂ રિટર્ન મેળવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોસ્ટ ઓફિસ આરડી 5 વર્ષ માટે હોય છે. તેમાં 6.7 ટકા વ્યાજ મળી રહ્યું છે, જેની ગણતરી ક્વાર્ટરના આધાર પર થાય છે. તેવામાં તમે એક મોટું ફંડ ભેગું કરી શકો છો. પોસ્ટ ઓફિસ આરડીમાં જો તમે દર મહિને 7000 રૂપિયાનું રોકાણ કરો તો તમારા માટે 5 વર્ષમાં 5 લાખ અને 10 વર્ષમાં 12 લાખ રૂપિયા ભેગા કરી શકો છો.


સમજો ગણતરી
જો તમે આ સ્કીમમાં દર મહિને 7000 રૂપિયાનુ રોકાણ કરો છો તો પોસ્ટ ઓફિસ આરડીમાં 5 વર્ષમાં કુલ 4,20,000 રૂપિયાનું રોકાણ કરશો. તેમાં તમને 6.7 ટકા વ્યાજ આપવામાં આવશે. તેવામાં ગણતરી પ્રમાણે તમને 5 વર્ષમાં 79,564 રૂપિયા માત્ર વ્યાજ તરીકે મળી જશે. તેવામાં તમારી કુલ રકમ અને વ્યાજ સામેલ કરો તો મેચ્યોરિટી પર તમારા એકાઉન્ટમાં કુલ 4,99,564 રૂપિયા એટલે કે આશરે 5 લાખ રૂપિયા મળશે.


આ પણ વાંચોઃ 6 કંપનીઓના IPO દાવ લગાવવાની તક, જાણો કિંમત સહિત અન્ય વિગત


જો તમે આ આરડીને વધુ પાંચ વર્ષ માટે એક્સટેન્ડ કરાવી લો તમે આશરે 12 લાખ ભેગા કરી શકો છો. તેવામાં તમારૂ કુલ રોકાણ 8,40,000  હશે. તેના પર 6.7 ટકા હિસાબે 3,55,982 રૂપિયા માત્ર વ્યાજના મળશે અને મેચ્યોરિટી પર 11,95,982 રૂપિયા એટલે કે આશરે 12 લાખ રૂપિયા મળશે.


પોસ્ટ ઓફિસ આરડીના ફાયદા
- પોસ્ટ ઓફિસ આરડીને 100 રૂપિયાથી ઓપન કરી શકાય છે, આ એક એવી રકમ છે જેની બચત તો ગમે તે વ્યક્તિ કરી શકે છે. તેમાં મેક્સિમમ રોકાણની કોઈ લિમિટ નથી. 


- પોસ્ટ ઓફિસ આરડી પર તમને કમ્પાઉન્ડિંગ વ્યાજનો ફાયદો મળે છે. તેવામાં વ્યાજ તરીકે તમને 5 વર્ષમાં સારો નફો મળે છે. 


- પોસ્ટ ઓફિસ રેકરિંગ ડિપોઝિટ સ્કીમમાં એક વ્યક્તિ ગમે એટલા એકાઉન્ટ ખોલાવી શકે છે. તેમાં સિંગલ સિવાય 3 વ્યક્તિઓ સુધી જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકાય છે. બાળકના નામ પર પણ એકાઉન્ટ ઓપન કરાવવાની સુવિધા છે.


- આરડી એકાઉન્ટની મેચ્યોરિટી 5 વર્ષની હોય છે. પરંતુ 3 વર્ષ બાદ પ્રી-મેચ્યોર ક્લોઝર કરી શકાય છે. તેમાં નોમિશેનની પણ સુવિધા છે. મેચ્યોરિટી બાદ આગામી પાંચ વર્ષ માટે આરડી એકાઉન્ટને જારી રાખી શકાય છે.