)
પોસ્ટ ઓફિસની સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) માં 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. તેના પર વર્તમાન સમયમાં 8.2 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. તેનો મતલબ છે કે દર મહિને લગભગ 20500 રૂપિયા સીધા તમારા બેંક ખાતામાં જમા થશે એટલે કે વાર્ષિક આશરે 2.46 લાખ રૂપિયા વ્યાજના રૂપમાં મળશે. જેનાથી આગામી 5 વર્ષમાં તમે માત્ર વ્યાજથી 12 લાખ 30 હજાર રૂપિયાની કમાણી કરી શકો છો.
જ્યાં સામાન્ય બેંક એફડી 6-7 ટકા વ્યાજદર આપે છે તો SCSS માં 8.2 ટકાનું ફિક્સ રિટર્ન મળી રહ્યું છે, તે પણ સરકારી ગેરંટી સાથે. એટલે કે ન કોઈ જોખમ, ન માર્કેટના ઉતાર-ચઢાવની ચિંતા. આ સ્કીમ ખાસ કરી તે લોકો માટે બની છે જે નિવૃત્તિ બાદ સ્થિર અને સુરક્ષિત આવક ઈચ્છે છે.
પહેલા આ યોજનામાં માત્ર 15 લાખ રૂપિયા સુધીના રોકાણની મંજૂરી હતી, પરંતુ હવે સરકારે તેની મર્યાદા વધારી 30 લાખ કરી છે. જેનાથી નિવૃત્ત થયેલા લોકોને ફાયદો મળી શકે. જો તમે પતિ-પત્ની બંને મળી તેમાં ખાતું ખોલાવો તો ફાયદા વધી જશે.
SCSS માં તમે જે પૈસાનું રોકાણ કરો છો તેના પર સરકારની ગેરંટી હોય છે. એટલે કે તમારા પૈસા સુરક્ષિત રહે છે અને વ્યાજ પણ સમય પર મળશે. 5 વર્ષ બાદ તમે ઈચ્છો તો તેને આગળ વધારી શકો છો એટલે કે ફાયદો મળતો રહેશે.
SCSS માં રોકાણ કરવા પર તમે કલમ 80C હેઠળ ટેક્સ બચતનો પણ ફાયદો ઉઠાવી શકો છો. પરંતુ વ્યાજપર ટેક્સ જરૂર આપવાનો છે, તેમ છતાં તમારી કુલ ટેક્સ ચુકવણી ઓછી થઈ જાય છે. યોગ્ય પ્લાનિંગ સાથે આ સ્કિમ તમને નિવૃત્તિને ચિંતામુક્ત અને આર્થિક રૂપથી મજબૂત બનાવી શકે છે.