)
Post Office: દરેક વ્યક્તિ પોતાના કે પોતાના બાળકોના ભવિષ્ય માટે બચતના પૈસાને એવી જગ્યાએ રોકાણ કરવા ઈચ્છે છે જ્યાં પૈસા સુરક્ષિત રહે અને રિટર્ન પણ સારૂ મળે. તેવામાં પોસ્ટ ઓફિસની ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ એક સુરક્ષિત રોકાણ વિકલ્પ હોય છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક જબરદસ્ત સ્કીમ વિશે જણાવી રહ્યાં છીએ, જેમાં માત્ર એક વાર 5 લાખ રૂપિયાનું રોકાણ કરવાથી 15 લાખ રૂપિયા બની શકે છે એટલે કે 10 લાખનો સીધો ફાયદો...
શું છે આ સ્કીમ?
આ સ્કીમ છે પોસ્ટ ઓફિસની ટર્મ ડિપોઝિટ, જેને સામાન્ય ભાષામાં પોસ્ટ ઓફિસ એફડી (FD) પણ કહેવામાં આવે છે. તેમાં તમે એક સાથે રકમ જમા કરો છો અને દર વર્ષે તેના પર વ્યાજ મળે છે. સ્કીમની સૌથી ખાસ વાત છે કે આ સરકારી યોજના છે, તેથી તેમાં પૈસા ડૂબવાનો કોઈ ખતરો રહેતો નથી. હાલમાં પોસ્ટ ઓફિસની 5 વર્ષની ટર્મ ડિપોઝિટ પર 7.5 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે, જે ઘણી બેંકો કરતા વધારે છે.
કઈ રીતે બનશે 5 લાખથી 15 લાખ?
જો તમે આજના દિવસે 5 લાખ રૂપિયા એક સાથે પોસ્ટ ઓફિસ એફડીમાં 5 વર્ષ માટે લગાવો છો તો તેના પર તમને વાર્ષિક 7.5 ટકા હિસાબે વ્યાજ મળશે.
5 વર્ષ બાદ તમારૂ રોકાણ વધી આશરે 7,24,974 રૂપિયા થઈ જશે પરંતુ અહીં રોકાવાનું નથી. આ પૈસાને ફરી પાંચ વર્ષ માટે તે સ્કીમમાં રીઇનવેસ્ટ કરી દો અને બીજા પાંચ વર્ષમાં આ રકમ વધી 10,51,175 રૂપિયા સુધી પહોંચી જશે. હવે ફરી તેને ત્રીજીવાર પાંચ વર્ષ માટે જમા કરી દો. આ વખતે રકમ વધી આશરે 15,24,149 રૂપિયા થઈ જશે. એટલે કે તમે શરૂઆકમાં 5 વર્ષનું રોકાણ કરશો તે 15 વર્ષમાં ત્રણ ગણાથી વધુ થઈ જશે.
ફાયદાનું સીધુ ગણિત
તમે એકવાર પાંચ લાખનું રોકાણ કર્યું અને 15 વર્ષ સુધી તેમાં કોઈ છેડછાડ કરી નહીં, ન તો દર મહિને હપ્તો ભરવો પડ્યો ન માર્કેટનું જોખમ લેવાની જરૂર પડી. તેમ છતાં 15 વર્ષ બાદ તમને 15 લાખ રૂપિયાથી વધુનું રિટર્ન મળી રહ્યું છે. તેનો મતલબ થયો કે તમને 10 લાખનો સીધો ફાયદો મળ્યો.