પોસ્ટ ઓફિસની આ સ્કીમથી લોકો થઈ રહ્યાં છે માલામાલ, 3 લાખના રોકાણ પર 44,664 રૂપિયાનું ગેરેન્ટેડ રિટર્ન
Post Office Time Deposit Scheme: પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ સ્કીમ સરકારી બચત યોજના હોવાને કારણે કોઈ જોખમની વાત નથી. તેમાં રકમ અને વ્યાજ પર ગેરંટી મળે છે.
Trending Photos
)
Post Office Time Deposit Scheme: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આ વર્ષે રેપો રેટમાં બે વખત ઘટાડો કર્યો છે, ત્યારબાદ ઘણી બેંકોએ લોન સસ્તી કરી દીધી છે અને ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજદર ઘટાડી દીધો છે. પરંતુ આ દરમિયાન પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ ગ્રાહકો વચ્ચે વિશ્વાસપાત્ર વિકલ્પ બની ઉભરી છે. સૌથી ખાસ વાત છે કે તેમાં સુરક્ષાની ગેરંટી સાથે પહેલાની જેમ સારૂ રિટર્ન મળી રહ્યું છે. તેવામાં જો તમે સુરક્ષિત અને ગેરેન્ટેડ રિટર્નનો વિકલ્પ શોધી રહ્યાં છો તો પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
અમે અહીં પોસ્ટ ઓફિસની ટાઇમ ડિપોઝિટ ( Post Office Time Deposit Scheme) સ્કીમની વાત કરી રહ્યાં છીએ, જેમાં માત્ર 3 લાખ રૂપિયાના રોકાણથી તમે બે વર્ષમાં 44,664 રૂપિયાનું ગેરેન્ટેડ વ્યાજ કમાઈ શકો છો. આ સ્કીમમાં રોકાણ અને વ્યાજદરની ગણતરી આ રીતે થાય છે.
1 વર્ષ માટે વ્યાજ દર – 6.9%
2 વર્ષ માટે વ્યાજ દર – 7.0%
3 વર્ષ માટે વ્યાજ દર – 7.1%
5 વર્ષ માટે વ્યાજ દર – 7.5%
તેવામાં જો તમે TD સ્કીમ હેઠળ 2 વર્ષમાં 3 લાખ રૂપિયા જમા કરાવો તો બે વર્ષ બાદ તમને કુલ 3,44,664 મળશે. એટલે કે ત્રણ લાખના રોકાણની રકમ અને 44,664 રૂપિયા માત્ર વ્યાજ તરીકે મળશે. આ રિટર્ન સંપૂર્ણ રીતે ગેરેન્ટેડ છે.
તેમાં શું છે ખાસ?
પોસ્ટ ઓફિસની ટાઇમ ડિપોઝિટ સ્કીમ એક સરકારી બચત યોજના છે. તેથી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
બધી ઉંમરના ઈન્વેસ્ટરોને જમા રકમ પર એક સમાન વ્યાજ મળે છે
સીનિયર સિટીઝન માટે કોઈ અલગ દર નહીં.
પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ સ્કીમમાં ઓછામાં ઓછા 200 રૂપિયાની સાથે રોકાણની શરૂઆત કરી શકો છો.
ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટને એક પોસ્ટ ઓફિસથી બીજામાં ટ્રાન્સફર કરી શકાય છે.
5 વર્ષની ટાઇમ ડિપોઝિટ પર કલમ 80C હેઠળ ટેક્સ પર છૂટ મળે છે.
તમે જમા રકમ સમય પહેલા ઉપાડી શકો છો.
તેમાં નોમિનેશનની સુવિધા પણ ઉપલબ્ધ છે.
ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટને એકથી વધુ લોકો જોઈન્ટમાં મેનેજ કરી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














