Post Office ની આ ડિપોઝિટ સ્કીમ લોકોને કરી રહી છે માલામાલ, ભરાઈ જશે તમારી તિજોરી

પોસ્ટ ઓફિસની ટીડી સ્કીમમાં કોઈપણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. તેમાં સિંગલ એકાઉન્ટની સાથે જોઈન્ટ એકાઉન્ટ પર ખોલાવી શકાય છે. જાણો આ સ્કીમમાં કેટલો થશે ફાયદો અને શું છે વ્યાજદર...

Post Office ની આ ડિપોઝિટ સ્કીમ લોકોને કરી રહી છે માલામાલ, ભરાઈ જશે તમારી તિજોરી

નવી દિલ્હીઃ ભારતીય પોસ્ટ વિભાગની ટાઇમ ડિપોઝિટ (TD) સ્કીમ ઈન્વેસ્ટરો માટે એક સુરક્ષિત અને લાભદાયક વિકલ્પ બનીને ઉભરી છે. આ સ્કીમ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટની જેમ કામ કરે છે, પરંતુ તેમાં વ્યાજદરો વધુ આકર્ષક છે. 

પોસ્ટ ઓફિસની ટીડી સ્કીમમાં ઈન્વેસ્ટરોને 6.9 ટકાથી લઈને 7.5 ટકા સુધીનું વ્યાજ મળે છે, જે બેંકોની એફડી કરતા સારૂ છે. આ સ્કીમમાં રોકાણ કરવામાં આવેલા રૂપિયા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે, કારણ કે તે ભારત સરકારને અધીન કામ કરે છે.

પોસ્ટ ઓફિસની ટીડી સ્કીમની ખાસ વાતો
પોસ્ટ ઓફિસની ટીડી સ્કીમમાં ઈન્વેસ્ટર 1 વર્ષથી લઈને 5 વર્ષ સુધી પોતાના પૈસા જમા કરી શકે છે. આ સ્કીમમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાથી ખાતું ખોલાવી શકાય છે. જ્યારે મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. ટીડી ખાતા પર મળનાર વ્યાજ રોકાણના સમયગાળા પર નિર્ભર કરે છે. ઉદાહરણ માટે 2 વર્ષની ટીડી પર 7 ટકાનું વ્યાજ મળે છે. 

2 લાખ જમા કરવા પર કેટલું મળશે વ્યાજ?
જો તમે પોસ્ટ ઓફિસની 2 વર્ષની ટીડી સ્કીમમાં 2 લાખ જમા કરો છો તો મેચ્યોરિટી પર તમને કુલ 2,29,776 રૂપિયા મળશે. તેમાં 29776 રૂપિયાનું વ્યાજ સામેલ હશે. આ વ્યાજ ગેરેન્ટેડ અને ફિક્સ છે, જેમાં કોઈ પ્રકારનું જોખમ નથી. 

કોણ ખોલી શકે છે ટીડી એકાઉન્ટ?
પોસ્ટ ઓફિસની ટીડી સ્કીમમાં કોઈપણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. તેમાં સિંગલની સાથે જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકાય છે. જોઈન્ટ એકાઉન્ટમાં ત્રણ લોકોના નામ સામેલ કરી શકાય છે. આ સ્કીમ નાના અને મોટા બંને ઈન્વેસ્ટરો માટે લાભદાયક છે.

પોસ્ટ ઓફિસ ટીડી સ્કીમના ફાયદા
સુરક્ષિત રોકાણઃ પોસ્ટ ઓફિસ સરકારી સંસ્થા છે, તેથી તેમાં કરવામાં આવેલું રોકાણ સુરક્ષિત છે. 

આકર્ષક વ્યાજ દરઃ બેંકની તુલનામાં પોસ્ટ ઓફિસ ટીડી પર વ્યાજ દર વધુ છે.

સુગમતા: 1 વર્ષથી 5 વર્ષ સુધીનો કાર્યકાળ પસંદ કરવાની સુવિધા.

ઓછું રોકાણઃ માત્ર 1000 રૂપિયાથી ખાતું ખોલાવી શકાય છે. 

કઈ રીતે ખોલાવશો ટીડી એકાઉન્ટ?
પોસ્ટ ઓફિસ ટીડી ખાતું ખોલાવવા માટે તમારે નજીકની પોસ્ટ ઓફિસમાં જવું પડશે. ત્યાં અરજી ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજ જમા કરાવવા પડશે. તેમાં ઓળખ પત્ર, સરનામું અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફની જરૂર પડે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news