1 રૂપિયાનું રોકાણ કર્યા વગર ઘર બેઠા દર વર્ષે કમાઈ શકો છો 2.88 લાખ, સમજો PPFની આ સીક્રેટ ફોર્મ્યુલા
Public Provident Fund: PPF સ્કીમમાં 7.1% વ્યાજ અને ટેક્સ ફ્રી રિટર્નનો જબરદસ્ત ફાયદો છે. ફક્ત 1.5 લાખ રૂપિયાના વાર્ષિક રોકાણથી 15 વર્ષમાં 40 લાખ રૂપિયા સુધીનું ફંડ બનાવી શકે છે. તો, જાણો કેવી રીતે કોઈપણ નવું રોકાણ કર્યા વિના દર વર્ષે 2.88 લાખ રૂપિયા વ્યાજ કમાઈ શકો છો.
Trending Photos
)
Public Provident Fund: જો તમે પણ એવી સરકારી યોજના શોધી રહ્યા છો, જેમાં તમને ટેક્સમાં છૂટ પણ મળે અને રિટર્નની પણ ગેરંટી હોય, તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) તમારા માટે સૌથી બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે. આ સ્કીમ ફક્ત સલામત જ નથી, પરંતુ લોન્ગ ટર્મ પર રોકાણકારો માટે એક મજબૂત નિવૃત્તિ ફંડ પણ બની શકે છે. આ સરકાર સમર્થિત યોજના સંપૂર્ણપણે રિસ્ક ફ્રી છે અને EEE (Exempt-Exempt-Exempt) ટેક્સ બેનિફિટનો ફાયદો મળે છે, એટલે કે રોકાણની રકમ, તેના પર મળતું વ્યાજ અને મેચ્યોરિટી પર મળતી રકમ આ ત્રણેય સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે. તો, ચાલો સમજીએ કે PPFમાંથી વાર્ષિક 2.88 લાખ રૂપિયા કેવી રીતે કમાવવા અને PPFની સીક્રેટ ફોર્મ્યુલા.
કોણ ખોલી શકે છે PPF એકાઉન્ટ?
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ કોઈપણ ભારતીય નાગરિક પોતાના નામથી પોસ્ટ ઓફિસ અથવા કોઈપણ બેન્કમાં ખોલાવી શકે છે. ત્યાં સુધી કે કોઈ સગીરના નામ પર પણ આ ખાતું ખોલી શકાય છે, જેની દેખરેખ માતાપિતા અથવા વાલી કરી શકે છે.
નોંધનીય છે કે, એક વ્યક્તિના નામ પર ફક્ત એક જ PPF એકાઉન્ટ ખોલી શકાય છે. આમાં જોઈન્ટ એકાઉન્ટની સુવિધા નથી. તેથી જો પતિ અને પત્ની બન્ને કામ કરતા હોય તો તેઓ પોતાના નામે અલગ એકાઉન્ટ ખોલી શકે છે. આનાથી એક પરિવારને બમણા ટેક્સ બેનિફિટ અને રોકાણના ફાયદા મળે છે.
કેટલું વ્યાજ અને કેટલું રોકાણ કરી શકો છો?
હાલમાં સરકાર PPF પર 7.1% વાર્ષિક વ્યાજ આપે છે. આ વ્યાજ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ (ચક્રવૃદ્ધિ વ્યાજ) તરીકે મળે છે. આનો અર્થ એ છે કે, દર વર્ષે તમે તમારા મુદ્દલ પર વ્યાજ મેળવો છો, અને પછી તે વ્યાજ પર પણ વ્યાજ જોડાતું જશે - જેનાથી તમારા ફંડમાં ઝડપથી વૃદ્ધિ થશે. PPF એકાઉન્ટનો કાર્યકાળ 15 વર્ષનો હોય છે, જેને 5-5 વર્ષના વધારામાં વધારી શકાય છે.
રોકાણની વાત કરીએ તો, એક વ્યક્તિ દર વર્ષે ઓછામાં ઓછા 500 અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકે છે. જો પતિ અને પત્ની બન્ને અલગ અલગ ખાતા ખોલાવે છે, તો પરિવાર સામૂહિક રીતે દર વર્ષે 3 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે.
કેટલું મળશે વ્યાજ અને રિટર્ન?
ધારો કે, તમે દર વર્ષે મહત્તમ 1.5 લાખ રૂપિયા PPFમાં 15 વર્ષ માટે રોકાણ કરો છો, તો 15 વર્ષ પછી મેચ્યોરિટી પર તમને લગભગ 40,68,209 રૂપિયા મળશે. આ રકમમાંથી લગભગ 18,18,209 રૂપિયા ફક્ત વ્યાજમાંથી મળશે, એટલે કે તમે તમારા રોકાણ કરતાં લગભગ 45% વધુ વ્યાજ મેળવશો. સાથે જ આ બધું સંપૂર્ણપણે ટેક્સ-ફ્રી છે.
સરળ શબ્દોમાં કહીએ તો, જો તમે 15 વર્ષ માટે દર વર્ષે 1.5 લાખ રૂપિયા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં જમા કરાવો છો, તો મેચ્યોરિટી પર તમારી રકમ 40,68,209 રૂપિયા થઈ જશે. હવે, જો તમે આ રકમ તમારા ખાતામાં જ રહેવા દો છો. તો હાલના 7.1% વ્યાજ દરે તમને વાર્ષિક આશરે 2,88,842 રૂપિયાનું વ્યાજ મળશે. આનો અર્થ એ છે કે, કોઈપણ નવા રોકાણ વિના દર વર્ષે લાખો રૂપિયાની ગેરંટીકૃત કમાણી.
કોઈ નવું રોકાણ કર્યા વિના કેવી રીતે મળશે લાખોનું વ્યાજ?
- PPFની સૌથી ખાસ વાત એ છે કે, 15 વર્ષ પૂર્ણ કર્યા પછી પણ તમે તમારા ખાતાને Extension Without Contribution* એટલે કે કોઈપણ રોકાણ કર્યા વગર પણ ચાલુ રાખી શકો છો.
- આ સમયગાળા દરમિયાન તમે પહેલાથી જ જમા કરેલી રકમ પર વ્યાજ મેળવતા રહેશો, જેનો અર્થ એ છે કે કોઈપણ નવા રૂપિયા ઉમેર્યા વિના પણ તમારી રકમ દર વર્ષે વધતી રહેશે.
- ઉદાહરણ તરીકે, જો તમે 15 વર્ષ પછી તમારા ખાતાને ચાલુ રાખો છો અને 40 લાખ રૂપિયા જમા છે, તો તમે દર વર્ષે ફક્ત વ્યાજના તરીકે 2.88 લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો - તે પણ એક પણ રૂપિયાનું નવું રોકાણ કર્યા વિના.
કેમ છે PPF આટલું ખાસ?
1. ટેક્સ ફ્રી રિટર્ન - વ્યાજ અને મેચ્યોરિટીની રકમ પર કોઈ ટેક્સ લાગતો નથી.
2. ગેરંટીકૃત રિટર્ન - સરકાર દ્વારા નિર્ધારિત વ્યાજ દર પર રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
3. લોનની સુવિધા - જરૂરત પડવા પર PPF ખાતામાંથી લોન અથવા આંશિક ઉપાડ સંભવ છે.
4. રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે ધાંસૂ ઓપ્શન - લાંબા ગાળા માટે સ્થિર અને સુરક્ષિત રિટર્ન.
PPF નિષ્કર્ષ
નોંધનીય છે કે, PPF માત્ર એક બચત યોજના નથી, પરંતુ એક લાઈફટાઈમ ઈનકમનું સાધન પણ છે. તેમાં રોકાણ કરીને તમે ફક્ત ટેક્સ બચાવી શકતા નથી, પરંતુ નિવૃત્તિ માટે એક મજબૂત નાણાકીય સુરક્ષા કવચ પણ બનાવી શકો છો અને જો તમે "Extension Without Contribution" ફોર્મ્યુલાને સમજો છો, તો તમે કોઈપણ વધારાના રૂપિયાનું રોકાણ કર્યા વિના દર વર્ષે લાખો રૂપિયા વ્યાજમાંથી કમાઈ શકો છો - આ બધું સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














