)
Public Provident Fund: ઘરે બેઠા-બેઠા અમીર બનવાનું સપનું કોણ નથી જોતું? પરંતુ જો અમે કહીએ કે, કોઈપણ જોખમ લીધા વગર, બજારની ઉથલપાથલ વગર અને કોઈપણ પ્રકારનું ટેન્સન લીધા વગર તમે આવતા 15 વર્ષમાં 40 લાખથી વધુની ટેક્સ-ફ્રી રકમ તમારા ખાતામાં મેળવી શકો છો, તો ચોક્કસપણે આ કોઈ જાદુથી ઓછું નહીં લાગે. જો તમે જોખમ લીધા વિના લાંબા ગાળે મોટી અને ટેક્સ-ફ્રી રકમ કમાવવા માંગો છો, તો સરકારની પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) સ્કીમ તમારા માટે કોઈ જેકપોટથી ઓછી નથી. વધતી મોંઘવારી અને માર્કેટની ઉથલપાથલ વચ્ચે PPF એક એવો વિકલ્પ છે, જે દરેક સામાન્ય ભારતીયને સુરક્ષિત અને મોટું રિટર્ન આપે છે. ખાસ વાત એ છે કે, યોગ્ય આયોજન સાથે તમે 15 વર્ષમાં 40 લાખથી વધુની મોટી રકમ પણ એકઠી કરી શકો છો.
શું છે PPF અને કેમ છે ફાયદાકારક સોદો?
PPF એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે, જેનું સંચાલન સરકાર દ્વારા કરવામાં આવે છે. આ સ્કીમ ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવી છે જેમની જોખમ લેવાની ક્ષમતા ઓછી છે અને જેઓ સુરક્ષિત રિટર્ન ઇચ્છે છે. આ સ્કીમમાં રોકાણ કરવાથી માત્ર તમારા રૂપિયા સંપૂર્ણપણે સુરક્ષિત જ નથી રહેતા, પરંતુ તમને દર વર્ષે સરકાર દ્વારા નક્કી કરાયેલું વ્યાજ પણ મળે છે. હાલમાં PPF પર 7.1% વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
15 વર્ષમાં બની શકે છે 40 લાખથી વધુનું ફંડ
PPFની મેચ્યોરિટી 15 વર્ષની હોય છે. આમાં તમે વાર્ષિક ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. જો કોઈ રોકાણકાર દર વર્ષે 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરે, તો 15 વર્ષ પૂરા થવા પર તેને 40 લાખ રૂપિયાથી વધુની ટેક્સ-ફ્રી રકમ મળી શકે છે. આ રકમ સંપૂર્ણપણે સુરક્ષિત હોય છે કારણ કે તે માર્કેટના ઉતાર-ચઢાવથી પ્રભાવિત થતી નથી.
ટેક્સમાં પણ મળે છે શાનદાર ફાયદો
PPF ભારતની કેટલીક પસંદગીની સ્કીમોમાં સામેલ છે, જે EEE (Exempt-Exempt-Exempt) કેટેગરીમાં આવે છે. આનો અર્થ એ છે કે, રોકાણ પર ટેક્સ ફ્રી (સેક્શન 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધી), વ્યાજ પર પણ કોઈ ટેક્સ નહીં અને મેચ્યોરિટીની સંપૂર્ણ રકમ ટેક્સ-ફ્રી. આ જ કારણ છે કે, PPF કરતા વધુ સારો સુરક્ષિત ટેક્સ સેવિંગ વિકલ્પ શોધવો મુશ્કેલ છે.
કોણ ખોલાવી શકે છે PPF એકાઉન્ટ?
ભારતનો કોઈપણ નાગરિક પોતાના નામે PPF એકાઉન્ટ ખોલાવી શકે છે. બાળકોના નામે પણ એકાઉન્ટ ખોલાવી શકાય છે, જેનું સંચાલન તેમના માતા-પિતા કરશે. NRI લોકો નવું PPF એકાઉન્ટ ખોલાવી શકતા નથી, પરંતુ જૂના એકાઉન્ટ મેચ્યોરિટી સુધી ચાલુ રહે છે.
લોનની સુવિધા પણ
PPFમાં માત્ર રૂપિયા જમા જ નથી કરાવી શકાતા, પરંતુ જરૂર પડ્યે ત્રીજા વર્ષથી છઠ્ઠા વર્ષની વચ્ચે લોન પણ લઈ શકાય છે.