)
maan dhan yojana: સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણા પ્રકારની સ્કીમ ચલાવવામાં આવી રહી છે. આ સ્કીમનો ઉદ્દેશ્ય લોકોને લાભ આપવાનો છે. આ સ્કીમમાંથી એક સ્કીમ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના પણ છે, જેને સરકાર દ્વારા વર્ષ 2019ના ફેબ્રુઆરી મહિનામાં લોન્ચ કરવામાં આવી હતી. આ સ્કીમ હેઠળ લોકોને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3000 રૂપિયાનો લાભ મળે છે. આવો આ સ્કીમ વિશે જાણીએ.
પ્રધાનમંત્રી શ્રીમ યોગી માનધન યોજના
પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર શ્રમિકોને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3000 રૂપિયાનો લાભ મળે છે. આ યોજનાનો લાભ માત્ર તે શ્રમિક લઈ શકે છે, જેનો મહિનાનો પગાર 15000 રૂપિયાથી ઓછો છે. યોજનાનો લાભ 18 વર્ષથી 40 વર્ષના અસંગઠિત ક્ષેત્રના મજૂર લઈ શકે છે. અત્યાર સુધી આ યોજનામાં દેશના 46,29,664 લોકો જોડાઈ ચૂક્યા છે. આ યોજના શ્રમ તથા રોજગાર મંત્રાલય દ્વારા સંચાલિત કરવામાં આવે છે.
60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3000 રૂપિયાનો લાભ મેળવવા માટે શ્રમિકોએ પોતાની ઉંમર પ્રમાણે અંશદાન પણ આપવું પડશે. સાથે સરકાર પણ અંશદાન આપે છે. જો તમે દર મહિને આ યોજનામાં 500 રૂપિયા જમા કરો છો તો સરકાર પણ તમારા માટે દર મહિને 500 રૂપિયાનું અંશદાન આપશે. તેવામાં દર મહિને આ યોજનામાં 1000 રૂપિયા જમા થશે. 18 વર્ષની ઉંમરમાં લોકો દર મહિને 55 રૂપિયા આપી શકે છે. તો 40 વર્ષની ઉંમરના લોકો દર મહિને 200 રૂપિયા આપી શકે છે.