)
PTC Industries Share Price: મલ્ટિબેગર કંપની પીટીસી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર ગુરુવારે BSEમાં ઉછાળા સાથે 15512.60 રૂપિયા પર બંધ થયા છે. કંપનીના શેરમાં છેલ્લા 6 વર્ષમાં 10000 ટકાથી વધારેનો ઉછાળો આવ્યો છે. પીટીસી ઇન્ડસ્ટ્રીઝે ગુરુવારે બિઝનેસ અંગે મોટું અપડેટ આપ્યું છે. કંપનીએ માહિતી આપી છે કે, તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની એરોલોય ટેક્નોલોજીસ લિમિટેડે (Aerolloy Technologies) તેની લેટેસ્ટ વેક્યુમ આર્ક રિમેલ્ટિંગ (VAR) 400 ફર્નેસના સફળતાપૂર્વક ઇન્સ્ટોલેશન અને કમિશનિંગની જાહેરાત કરી છે.
કંપનીના બિઝનેસ વિશે અપડેટ
કંપનીએ જણાવ્યું કે, કમિશનિંગ ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરના લખનૌ નોડમાં સ્ટ્રેટેજિક મટિરિયલ્સ ટેક્નોલોજી કોમ્પ્લેક્સ (SMTC) ખાતે એરોસ્પેસ પ્રિસિઝન કાસ્ટિંગ્સ પ્લાન્ટમાં થયું છે. PTC ઇન્ડસ્ટ્રીઝે જણાવ્યું કે, આ કમિશનિંગ સાથે એરોએલોય ટેક્નોલોજીસ લિમિટેડની પાસે દુનિયામાં કેટલાક સૌથી મોટા ટાઇટેનિયમ કાસ્ટિંગનું મેન્યુફેક્ચર કરવાની ક્ષમતા ધરાવે છે.
6 વર્ષમાં 10,000% થી વધુ વધ્યા છે કંપનીના શેર
પીટીસી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (PTC Industries)ના શેરમાં છેલ્લા 6 વર્ષમાં 10042 ટકાનો ઉછાળો આવ્યો છે. મલ્ટિબેગર કંપનીના શેર 27 સપ્ટેમ્બર 2019ના રોજ 152.95 રૂપિયા પર હતા. પીટીસી ઇન્ડસ્ટ્રીઝના શેર 18 સપ્ટેમ્બર 2025ના રોજ 15,512.60 રૂપિયા પર બંધ થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં પીટીસી ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 3890 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. કંપનીના શેરનું 52-અઠવાડિયાનું ઉચ્ચ સ્તર 17,898 રૂપિયા છે. જ્યારે કંપનીના શેરનું 52-અઠવાડિયાનું નીચું સ્તર 9786.30 રૂપિયા છે.
3 વર્ષમાં કંપનીના શેરમાં 557 ટકાની તેજી
પીટીસી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરમાં છેલ્લા 3 વર્ષમાં 557 ટકાની તેજી જોવા મળી છે. આ મલ્ટિબેગર કંપનીના શેર 16 સપ્ટેમ્બર 2022ના રોજ 2359.90 રૂપિયા પર હતા. કંપનીના શેર 18 સપ્ટેમ્બર 2025ના રોજ 15,512.60 રૂપિયા પર બંધ થયા છે. છેલ્લા બે વર્ષમાં પીટીસી ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 180 ટકાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા છ મહિનામાં કંપનીના શેરમાં લગભગ 24 ટકાની તેજી આવી છે.