)
Airfloa Rail IPO: રેલવે સ્પેરપાર્ટ્સ બનાવનારી કંપની એયરફ્લોઆ રેલ આઈપીઓ 11 સપ્ટેમ્બરે ખુલી રહ્યો છે. કંપનીનો ઈશ્યુ 15 સપ્ટેમ્બર 2025ના બંધ થશે. શેરનું એલોટમેન્ટ 16 સપ્ટેમ્બરે નક્કી કરવામાં આવશે અને કંપનીના શેર 18 સપ્ટેમ્બર 2025ના BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. કંપની પોતાના આ SME IPO હેઠળ 6.5 મિલિયન ઈક્વિટી શેર જારી કરી લગભગ 91 કરોડ એકત્ર કરશે. IPO ઓપન થતાં પહેલા કંપનીના અનલિસ્ટેડ શેર ગ્રે માર્કેટ (GMP) ₹165 પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. આ ઉપરી પ્રાઇઝ બેન્ડ (₹133 – ₹140) થી આશરે 118 ટકા પ્રીમિયમ દેખાડી રહ્યું છે. તેનો અર્થ છે કે રોકાણકારોના પૈસા પ્રથમ દિવસે ડબલ થઈ શકે છે.
શું છે વિગત
એયરફ્લોઆ રેલ દ્વારા 1000 શેરનો લોટ તૈયાર કરવામાં આવ્યો છે. રોકાણકારોએ ઓછામાં ઓછા બે લોટ (2.80 લાખ રૂપિયા) માટે અરજી કરવી પડશે.
આઈપીઓ દ્વારા એકત્ર કરવામાં આવેલી રકમનો ઉપયોગ કંપની મશીનરી, સ્પેરપાર્ટ્સને ખરીદવા અને પહેલાથી લીધેલી લોન ચુકવવા અને વર્કિંગ કેપિટલની જરૂરિયાત પૂરી કરવા માટે તથા સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્ય માટે કરશે. ઈશ્યુના બુક રનિંગ લીડ મેનેજર GYR કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ છે અને રજીસ્ટ્રાર KFIN ટેક્નોલોજી લિમિટેડ છે. કંપનીના શેર 18 સપ્ટેમ્બરે લિસ્ટ થઈ શકે છે.
નાણાકીય વર્ષ 2025 માં, કંપનીનો આવક વૃદ્ધિ દર 61.26 ટકા હતો, જ્યારે EBITDA માર્જિન 24.61 ટકા હતો. PAT માર્જિન 13.28 ટકા નોંધાયું હતું. આ દર્શાવે છે કે કંપની જ્યુપિટર વેગન્સ અને ટીટાગઢ રેલ સિસ્ટમ્સ જેવી લિસ્ટેડ કંપનીઓ સાથે સારી રીતે તુલના કરે છે. તે યોગ્ય પ્રમાણમાં નફો અને વળતર દર્શાવે છે. IPO મૂલ્યાંકન રોકાણકારોને એવી કંપનીમાં રોકાણ કરવાની તક આપે છે જેની કામગીરી વધુ સારી હોય, સમયસર કામ પૂર્ણ કરવાની ક્ષમતા હોય અને ઘણા ઉચ્ચ વૃદ્ધિ ક્ષેત્રોમાં કામ કરવાનો અનુભવ હોય.