રિઝર્વ બેંકે રેપો રેટમાં કર્યો નહી કોઇ ફેરફાર, ક્રૂડ ઓઇલ મોંઘુ થશે તો મોંઘવારી વધશે

ભારતીય રિઝર્વ બેંકે આજે પોતાની ક્રેડિટ પોલીસીની જાહેરાત કરી. રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઇ ફેરફાર કર્યો નથી અને તેને છ ટકા પર યથાવત રાખ્યો છે. તો બીજી તરફ રિવર્સ રેપો રેટ 5.75 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. સામાન્ય બજેટ રજૂ કર્યા બાઅ રિઝર્વ બેંકની આ પ્રથમ ક્રેડિટ પોલીસી છે. 

Updated By: Feb 7, 2018, 03:51 PM IST
રિઝર્વ બેંકે રેપો રેટમાં કર્યો નહી કોઇ ફેરફાર, ક્રૂડ ઓઇલ મોંઘુ થશે તો મોંઘવારી વધશે

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકે આજે પોતાની ક્રેડિટ પોલીસીની જાહેરાત કરી. રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઇ ફેરફાર કર્યો નથી અને તેને છ ટકા પર યથાવત રાખ્યો છે. તો બીજી તરફ રિવર્સ રેપો રેટ 5.75 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. સામાન્ય બજેટ રજૂ કર્યા બાઅ રિઝર્વ બેંકની આ પ્રથમ ક્રેડિટ પોલીસી છે. 

રિઝર્વ બેંકે 2017-18 માટે આર્થિક વૃદ્ધિ દરના અનુમાનને 6.7 થી ઘટાડીને 6.6 ટકા કરી દીધો. જો કે આગામી નાણાકીય વર્ષમાં વૃદ્ધિ દર 7.2 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. આરબીઆઇનું અનુમાન ચાલુ નાણાંકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં ફૂગાવો વધીને 5.1 ટકા અને આગામી નાણાકીય વર્ષની પ્રથમ છ માસિકમાં 5.1 થી 5.6 ટકા વચ્ચે રહી શકે છે. 

ગર્વનર ઉર્જિત પટેલે કહ્યું કે લાંબા સમયગાળામાં મોંઘવારી દર ચાર ટકા રહેવાની સંભાવના છે. આરબીઆઇએ કહ્યું કે સિસ્ટમમાં સરપ્લસ લિક્વિડિટી જળવાઇ રહેશે. આરબીઆઇએ કહ્યું કે ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી મોંઘવારી વધી શકે છે. 

શું હોય છે રેપો રેટ?
રેપો રેટ તે દર હોય છે જેના પર બેંકોને આર.બી.આઇ લોન આપે છે. બેંક આ લોન દ્વારા ગ્રાહકોને લોન પુરી પાડે છે. રેપો રેટ ઓછો થવાનો અર્થ છે કે બેંકમાંથી મળનાર તમામ પ્રકારની લોન સસ્તી થઇ જશે.

રિવર્સ રેપો રેટ
આ તે દર હોય છે જેના પર બેંકોને તેમની તરફથી આર.બી.આઇ.માં જમા ધન વ્યાજ મળે છે. રિવર્સ રેપો રેટ બજારમાં કેશની તરલતાને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

કેમ કર્યો નહી ફેરફાર
જાણકારોના દ્વારા પહેલાં જ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે રિઝર્વ બેંક ફૂગાવામાં વધારો, તેલના ભાવમાં વધારો અને સરકારની પાકના સપોર્ટ પ્રાઇસમાં વધારાની યોજનાને જોતા માનક નીતિ દરમાં કાપથી દૂર રહી શકે છે. જો બેંક વ્યાજદરમાં કાપની જાહેરાત કરે છે તો લોનના દર ઓછા થઇ જાય છે અને તેના લીધે તમને હોમલોન તથા અન્ય પ્રકારની લોન પર તમારા ઇએમઆઇમાં ઘટાડો થાત.