હવે આ ભારતીય અરબપતિએ પણ છોડ્યો દેશ, કારણ જાણી સ્તબ્ધ થઇ જશો

અરબપતિઓ દ્વારા દેશ છોડવાનો દૌર યથાવત છે. હવે વધુ એક ભારતીય અરબપતિએ ભારત છોડી દીધું છે. ગત કેટલાક વર્ષોથી સતત અરબપતિઓ દેશ છોડી રહ્યાં છે. ફાયનાન્સિયલ સર્વિસિઝ ફર્મ મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ અનુસાર 2014થી માંડીને અત્યાર સુધી 23000 ભારતીય અરબપતિ ભારત છોડી ચૂક્યા છે. દેશ છોડનારાઓની યાદીમાં વધુ એક અરબપતિનું નામ જોડાઇ ગયું છે. આ અરબપતિએ ભારતીય નાગરિકતા છોડીને સાઇપ્રસની નાગરિક બનવાનું પસંદ કર્યું છે. નાગરિકતા છોડવાનું કારણ પણ આશ્વર્યજનક છે. કદાચ જ પહેલાં આ પ્રકારનું કારણ સામે આવ્યું હોય. 
હવે આ ભારતીય અરબપતિએ પણ છોડ્યો દેશ, કારણ જાણી સ્તબ્ધ થઇ જશો

નવી દિલ્હી: અરબપતિઓ દ્વારા દેશ છોડવાનો દૌર યથાવત છે. હવે વધુ એક ભારતીય અરબપતિએ ભારત છોડી દીધું છે. ગત કેટલાક વર્ષોથી સતત અરબપતિઓ દેશ છોડી રહ્યાં છે. ફાયનાન્સિયલ સર્વિસિઝ ફર્મ મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ અનુસાર 2014થી માંડીને અત્યાર સુધી 23000 ભારતીય અરબપતિ ભારત છોડી ચૂક્યા છે. દેશ છોડનારાઓની યાદીમાં વધુ એક અરબપતિનું નામ જોડાઇ ગયું છે. આ અરબપતિએ ભારતીય નાગરિકતા છોડીને સાઇપ્રસની નાગરિક બનવાનું પસંદ કર્યું છે. નાગરિકતા છોડવાનું કારણ પણ આશ્વર્યજનક છે. કદાચ જ પહેલાં આ પ્રકારનું કારણ સામે આવ્યું હોય. 

હીરાનંદાની ગ્રુપના કો-ફાઉન્ડર
રિયલ એસ્ટેટ ટાયકૂન સુરેંદ્ર હીરાનંદાની હવે ભારતીય નાગરિકતા છોડી ચૂક્યા છે. સુરેંદ્ર હીરાનંદાની ગ્રુપના કો-ફાઉન્ડર છે. સુરેંદ્ર હીરાનંદાનીની ગણતરી રિયલ એસ્ટેટના દિગ્ગજોમાં થાય છે. તેમણે પોતાના ભાઇ નિરજંનની સાથે પોતાની કંપનીને દેશની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપનીમાંની એક બનાવી. 63 વર્ષના આ બિઝનેસમેને સાઇપ્રસની નાગરિકતા લીધી છે. તમને જણાવી દઇએ કે સુરેંદ્ર હીરાનંદાની બોલીવુડ એક્ટર અક્ષય કુમારના બનેવી પણ છે. અક્ષયની બહેન અલ્કા અને સુરેંદ્રએ 2012માં લગ્ન કર્યા હતા.

શું છે દેશ છોડવાનું કારણ?
સુરેંદ્ર હીરાનંદાનીએ ભારતીય નાગરિકતા છોડવાનું કારણે જે બતાવ્યું છે તે ચોંકાવનારું છે. તેમણે કહ્યું કે ભારતીય પાસપોર્ટ પર વર્ક વીજા પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવે છે આ એક મુખ્ય કારણ જેનાથી તે આ પગલું ભરી રહ્યાં છે. જોકે ટેક્સ રેટ્સ અને અન્ય વસ્તુઓ બિલકુલ સમસ્યા નથી. તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધું કે તેમનો પુત્ર હર્ષ ભારતીય નાગરિક બની રહેશે. 

કંસ્ટ્રકશન બિઝનેસમાં હવે ફાયદો નથી
સુરેંદ્ર હીરાનંદાનીએ ભારત છોડવાનું એક કારણ ભારતમાં કંસ્ટ્રકશન બિઝનેસની બગડતી સ્થિતિ પણ છે. તેમણે કહ્યું કે કંસ્ટ્રકશન બિઝનેસઅ હવે એટલો ફાયદાકારક રહ્યો નથી. પ્રોફિટ માર્જિન 10 ટકાથી ઓછું છે. તો બીજી તરફ ડેવલપર્સ ફી વાર્ષિક રેટ પર ઇંટરેસ્ટ લેવા પર મજબૂર છે. 

83 હજાર કરોડના માલિક
ફોર્બ્સના રિયલ ટાઇમ નેટવર્થ રિપોર્ટ અનુસાર સુરેંદ્ર હીરાનંદાની પાસે 1.28 બિલિયન ડોલર એટલે લગભગ 83 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ છે. ફોર્બ્સની યાદીમાં તેમને સૌથી અમીર 100 ભારતીયોમાં સ્થાન મળ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news