JIO લઇને આવ્યું મોટા સમાચાર, ફક્ત 4 મહિનામાં જિયો યૂજર્સને મળી આ 'ખુશી'

રિલાયન્સ જિયોને લઇને એક મોટા સમાચાર આવ્યા છે. કંપનીએ ફીચર ફોન માર્કેટમાં દિગ્ગજ સ્માર્ટફોન કંપની સેમસંગને પછાડી દીધી છે. જિયો હવે ફીચર ફોન માર્કેટમાં નંબર 1 કંપની બની ગઇ છે. 

Updated By: Jan 26, 2018, 12:15 PM IST
JIO લઇને આવ્યું મોટા સમાચાર, ફક્ત 4 મહિનામાં જિયો યૂજર્સને મળી આ 'ખુશી'

નવી દિલ્હી: રિલાયન્સ જિયોને લઇને એક મોટા સમાચાર આવ્યા છે. કંપનીએ ફીચર ફોન માર્કેટમાં દિગ્ગજ સ્માર્ટફોન કંપની સેમસંગને પછાડી દીધી છે. જિયો હવે ફીચર ફોન માર્કેટમાં નંબર 1 કંપની બની છે. જિયોએ આ સફળતા ફ્કત 4 મહિનામાં જ પ્રાપ્ત કરી લીધી છે. ખાસ વાત એ છે કે જિયો ફોનને લઇને આગળ પણ નવા પ્લાન પર કામ કરી રહી છે. રિલાયન્સ જિયો ફક્ત ડેટાના મામલે જ બીજી કંપનીઓને પડકાર આપી રહી નથી, પરંતુ હેંડસેટના વેચાણમાં પણ આકરી ટક્કર આપી રહી છે. ફીચર ફોન માર્કેટમાં આવું પ્રથમ વાર બન્યું છે કે સેમસંગને કોઇ કંપનીએ પછાડી હોય.  

શિપમેંટના મામલે જિયો નંબર-1
હોંગકોંગ બેસ્ડ રિસર્ચ ફોર્મ કાઉન્ટરપોઇન્ટના અનુસાર ડિસેમ્બર ત્રિમાસિક ફીચર ફોન શિપમેંટમાં જિયો નંબર-1 રહી. હવે સેમસંગના ભારતના 17 ટકા ફીચર ફોન માર્કેટમાં કબજો કરી લીધો છે. તો બીજી તરફ ભારતની કંપની માઇક્રોમેક્સ આ મામલે ત્રીજા ક્રમે છે. ત્યારબાદ ચાઇનાની આઇટેલ અને પછી નોકિયાનો નંબર આવે છે. 

ફ્રી ડેટાનો મળ્યો ફાયદો
જિયો ફોનની સાથે ફક્ત 1500 રૂપિયામાં ફ્રી વોઇસ કોલિંગની સાથે 4G ડેટા મળે છે. 1500 રૂપિયા પણ ત્રણ વર્ષ બાદ રિફંડ કરવામાં આવશે. જિયો ડેટા પેક પણ બીજી કંપનીઓના મુકાબલે સસ્તો છે. માટે જ જિયોએ સેમસંગને પછાડી આ સ્થાન પ્રાપ્ત કર્યું. એક રિસર્ચ અનુસાર જિયો ફોન આગામી ફીચર ફોન માર્કેટમાં ફરીથી ડિમાંડ વધી ગઇ છે. આ પહેલાં નોકિયાના ફીચર ફોન માર્કેટમાં આવતાં પણ આવું થયું હતું.  

15 મિલિયનથી વધુ ફોન વેચ્યા
ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક રિલાયન્સે જિયોએ 15 મિલિયનથી વધુ જિયો ફોન વેચ્યા હતા. રિલાયન્સ જિયોની પ્લાનિંગ છે કે બેટરી અને ચિપસેટની ખરાબીને દૂર કરી આગામી મહિને રીલોન્ચ કરવામાં આવી. 

26 જાન્યુઆરીથી જિયો ગ્રાહકોને મળશે આ ફાયદો
જિયોએ 26 જાન્યુઆરીથી પોતાના પ્લાન અને ડેટામાં ફેરફાર કરી દીધો છે. કેટલાક પ્લાનમાં 50 ટકાથી વધુ ડેટા મળશે. જે પ્લાનમાં 1GB ડેટા મળતો હતો, હવે તેમાં 1.5GB ડેટા મળશે. તો બીજી તરફ 4 પ્લાન્સની માન્યતામાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.